ભૂલતા નહીં! ધોરણ 10 અને 12 બાદ મળે છે છપ્પરફાડ પગાર, આ કોર્સ કરવાથી મળશે 100 ટકા જોબ

Jobs: ધોરણ ૧૦ પછી શું કરવું એનો સૌથી સારો જવાબ એક લીટીમાં આપીએ તો ધોરણ ૧૧ માં એડમિશન લેવું ધોરણ ૧૦ પછી આગળ અભ્‍યાસ માટે મુખ્‍ય બે પ્રવાહો છે : (૧) સામાન્‍ય પ્રવાહ (૨) વિજ્ઞાન પ્રવાહ.

ભૂલતા નહીં! ધોરણ 10 અને 12 બાદ મળે છે છપ્પરફાડ પગાર, આ કોર્સ કરવાથી  મળશે 100 ટકા જોબ

Career Options: ધોરણ 10 અને ધોરણ 12નાં રિઝલ્ટ આવી ગયાં છે હવે છાત્રો આગળ શું કરવું એના વિકલ્પો શોધી રહ્યાં છે. ઘણાએ કોલેજમાં ફોર્મ પણ ભરી દીધા હશે. અહીં તમારા માટે અમે કેટલીક વિગતો રજૂ કરી રહ્યાં છીએ જે તમારા માટે ફાયદો કરાવશે. હાલમાં જ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થવા જઇ રહી છે. દરેક વિધાર્થીને ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાની ચિંતા જ સતાવે છે,તેનું કારણ એટલું જ છે કે આ બે પરીક્ષાઓ તમારી કારકિર્દી નક્કી કરવા માટેનું સોપાન છે. આ બંને પરિક્ષાઓ આપ્યાં પછી દરેક વિધાર્થીને એક જ પ્રશ્ન મુઝવતો હોય છે ધો. 10 અને 12 પછી શું કરવું ?

ધોરણ ૧૦ પછી શું ?
ધોરણ ૧૦ પાસ કર્યા પછી મુખ્‍ય રસ્‍તાઓની વાત કરીએ તો : (૧) ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં અભ્‍યાસ (૨) ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગ તેમજ અન્‍ય ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ (૩) આઇ.ટી.આઇ ના જુદા જુદા કોર્સમાં અભ્‍યાસ (૪) ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં અભ્‍યાસ (૫) ફાઇન આર્ટ ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ (૬) કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્‍યાસ (૭) કેટલાક પ્રોફેશ્‍નલ કોર્સમાં અભ્‍યાસ અથવા (૮) આગળ અભ્‍યાસ છોડી દઇને ધંધામાં અથવા નોકરીમાં જોડાઇ જવું

ધોરણ ૧૦ પછી શું કરવું એનો સૌથી સારો જવાબ એક લીટીમાં આપીએ તો ધોરણ ૧૧ માં એડમિશન લેવું ધોરણ ૧૦ પછી આગળ અભ્‍યાસ માટે મુખ્‍ય બે પ્રવાહો છે : (૧) સામાન્‍ય પ્રવાહ (૨) વિજ્ઞાન પ્રવાહ.

ધોરણ ૧૨ કોમર્સ :
૧૨ આર્ટસ અને ૧૨ સાયન્‍સની બોર્ડની પરીક્ષા આપનારની કુલ સંખ્‍યા કરતાં બમણી સંખ્‍યા ધોરણ ૧૨ કોમર્સના સ્‍ટુડન્‍ટની હોય છે. આ વર્ષ લગભગ અઢી લાખ જેટલા સ્‍ટુડન્‍ટ ધોરણ ૧૧ કોમર્સમાં એડમિશન લેશે. કોમર્સના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કર્યા પછી આગળ અભ્‍યાસ માટે (૧) બી. કોમ. (૨) બી.બી.એ. (૩) બી.સી.એ. (૪) બી. એસ.સી. આઇટી (૫) સળંગ પાંચ વર્ષના ઇન્‍ટિગ્રેટેડ MBA અને http://M.Sc. (TT) http://M.Com. L.L.B વગેરે જેવા ઘણા અભ્‍યાસક્રમો ગુજરાતમાં ચાલે છે.

ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ
માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
ભારતના સૌથી રહસ્યમય સ્થળોમાં 1 છે ગુજરાતમાં,દિવસે જામે છે ભીડ રાતે જતાં ફફડે છે લોકો
ઓછા ખર્ચામાં પ્લાન કરો 11 નાઈટ અને 12 દિવસની ગુજરાત ટુર, આ રહ્યું A To Z પ્લાનિંગ

ધોરણ ૧૨ આર્ટસ :
આર્ટસના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કરનાર માટે ઉજ્જવળ ભવિષ્‍ય ધરાવતા અનેક અભ્‍યાસક્રમો છે. અંગ્રેજી, અર્થશાસ્‍ત્ર, સાયકોલોજી, સમાજશાસ્‍ત્ર, ગુજરાતી, હિસ્‍ટ્રી, ભૂગોળ જેવા કોઇપણ વિષય સાથે બી.એ. નો અભ્‍યાસ કરી શકાય છે. કમ્‍પ્‍યુટર અને ઇન્‍ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં કેટલાક બેચલર ડિગ્રી કોર્સ છે. જેમાં ૧૨ આર્ટસને એડમિશન મળે છે. બી.બી. એ. ના કોર્સમાં પણ કેટલીક યુનિવર્સિટી ૧૨ આટર્સના સ્‍ટુડન્‍ટને પ્રવેશ આપે છે. સળંગ BABEd (ભાષા) નો અભ્‍યાસક્રમ શરૂ થયેલ છે.

ધોરણ ૧૨ સાયન્‍સ :
દસમાં ધોરણમાં ૭૦% કે તેથી વધારે માર્કસ આવ્‍યા હોય તો ઘણાને ૧૧ સાયન્‍સમાં એડમિશન લેવાની ઇચ્‍છા થાય છે. દસમાં ધોરણમાં પચાસ ટકા માર્કસ હોય તો પણ ૧૧ સાયન્‍સમાં એડમિશન મળી શકે છે. ધોરણ ૧૦ પછી સાયન્‍સ પ્રવાહમાં એડમિશન લેનારની સંખ્‍યા દર વર્ષે ઘટતી જાય છે. ધોરણ ૧૨ સાયન્‍સમાં સારા માકર્સ આવશે કે નહીં તેની ચિંતા ઘણાનાં મનમાં હોય છે.

વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના મજબૂત વિકલ્પ 
ઓફબીટ કારકિર્દીની માંગ ઘણી વધી રહી છે
ઓફબીટ કારકિર્દી એક શ્રેષ્ઠ વિકલ્પ
પરંપરાગત કારકિર્દીથી અલગ 
હોટલ મેનેજમેન્‍ટનો કોર્સ 
બેચલર ઓફ ફિઝિયોથેરાપી 
બેચલર ઇન ફેશન ડિઝાઇનિંગ
બેચલર ઇન જર્નાલિઝમ ઍન્ડ માસ કમ્યુનિકેશન 
આઇ.ટી.આઇના જુદા જુદા કોર્સમાં અભ્‍યાસ
ફાઇન આર્ટ ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ  
બેચલર ઓફ પરફોર્મિગ આર્ટસ

Arts streamના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના મજબૂત વિકલ્પ 

બેચલર ઇન ફેશન ડિઝાઇનિંગ
બેચલર ઇન જર્નાલિઝમ ઍન્ડ માસ કમ્યુનિકેશન 
ફાઇન આર્ટ્સમાં સ્નાતક 
બીએ એલએલબી 

ધોરણ 10 પછી શું ?
ધોરણ 11 અને ધોરણ 12માં અભ્‍યાસ
ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ 
આઇ.ટી.આઇના જુદા જુદા કોર્સમાં અભ્‍યાસ
ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં અભ્‍યાસ
ફાઇન આર્ટ ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ  

ધોરણ 12 પછી શું ? 
હોટલ મેનેજમેન્‍ટનો કોર્સ 
પ્રાયમરી ટીચર બનવા પી.ટી.સી.
ચિત્ર સારું આવડતું હોય તો આર્ટ ટીચર 
બેચલર ઓફ પરફોર્મિગ આર્ટસમાં ડાન્‍સ, ડ્રામા અને મ્‍યુઝિકના કોર્સ 
ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ અથવા કંપની સેક્રેટરીના ફાઉન્‍ડેશન કોર્સ 
ઇન્‍દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના CIC કોર્સ

બેચલર ઇન ફેશન ડિઝાઇનિંગ
બેચલર ઇન જર્નાલિઝમ ઍન્ડ માસ કમ્યુનિકેશન 
ફાઇન આર્ટ્સમાં સ્નાતક 
બીએ એલએલબી 

એમ.બી.બી.એસ - મેડિકલ 
ડેન્ટલ
બેચરલ ઓફ ફાર્મસી એટલે કે બી.ફાર્મ 
કમ્પ્યુટર એન્જિનિયરિંગ 
આયુર્વેદમાં બી.એ.એમ.એસ.
બેચલર ઓફ ફિઝિયોથેરાપી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news