Shukra Gochar 2023: july મા આ ગ્રહ કરશે 'મહાગોચર', આ રાશિવાળાઓની ખૂલશે કિસ્મત, વરસશે અઢળક રૂપિયા

Venus Transit 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર મહિને કેટલાક ગ્રહો તેમના નિશ્ચિત સમયે ગોચર કરે છે. જુલાઈમાં શુક્ર ગ્રહ તેની વર્તમાન રાશિમાંથી બહાર નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ કારણે 3 રાશિના લોકોને અચાનક ધનલાભ અને પ્રગતિની સંભાવના જોવા મળશે. જાણો આ સમયગાળા દરમિયાન કઈ રાશિના લોકોને થશે ફાયદો.

Shukra Gochar 2023: july મા આ ગ્રહ કરશે 'મહાગોચર', આ રાશિવાળાઓની ખૂલશે કિસ્મત, વરસશે અઢળક રૂપિયા

Venus Planet Transit 2023: જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહને પોતાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. દરેક રાશિમાં ગ્રહોની વિવિધ અસરો હોય છે. શુક્રને ધન, વૈભવ, ભૌતિક સુખ અને ઐશ્વર્યનો દાતા માનવામાં આવે છે. એવામાં જ્યારે શુક્ર ગોચર કરે છે, ત્યારે આ ક્ષેત્રોમાં તમામ રાશિઓના જાતકો પર શુભ અને અશુભ અસરો જોવા મળે છે. જણાવી દઈએ કે 7 જુલાઈએ શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન 3 રાશિના લોકોને અચાનક નાણાંકીય લાભ અને પ્રગતિ થતી જોવા મળે છે. આવો જાણીએ આ રાશિઓ વિશે.

તુલા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રનું રાશિ પરિવર્તન તુલા રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે. તમને જણાવી દઇએ કે આ સંક્રમણ તમારી રાશિના ઇનકમવાળા ભાવમાં થવાનું છે. આવી સ્થિતિમાં તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે. આટલું જ નહીં આવકના નવા સ્ત્રોત ઉભા થશે. બીજી બાજુ, જો તમે કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા છો, તો તે કાર્ય પણ આ સમયગાળા દરમિયાન થઈ શકે છે. આ સમયે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. વિરોધીઓનો પરાજય થશે. આર્થિક બાબતોમાં લાભ થશે. આ સમયે શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં પૈસા રોકનારા લોકોને ફાયદો થશે.

વૃષભ
આ રાશિના જાતકો માટે પણ આ ગોચર સાનુકૂળ સાબિત થશે. તમને જણાવી દઇએ કે આ રાશિ પરિવર્તન તમારી ગોચર કુંડળીના ચોથા ભાવમાં થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન તમને તમારું વાહન અને મિલકત વગેરે મળશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. એટલું જ નહીં, આ સમયે તમે પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. આર્થિક બાબતોમાં પણ આ સંક્રમણ ફાયદાકારક સાબિત થશે. તમને જણાવી દઈએ કે જે લોકો પ્રોપર્ટી અને રિયલ એસ્ટેટ સંબંધિત બિઝનેસ કરે છે તેમના માટે આ સમય ફાયદાકારક છે.

કુંભ
જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ લગ્ન અને ભાગીદારીની દ્રષ્ટિએ સારો સાબિત થશે. તમને જણાવી દઇએ કે આ ગોચર તમારી રાશિના સાતમા ભાવમાં થવાનું છે. આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ભાગીદારીના કામમાં ધનલાભ થઈ શકે છે. પ્રેમ જીવનમાં મધુરતા રહેશે. જીવનસાથી સાથેના સંબંધો સુધરશે. એટલું જ નહીં આ સમયે તમારો આત્મવિશ્વાસ પણ વધશે. અપરિણીત લોકોને સંબંધ માટે પ્રસ્તાવ મળી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news