Sawan 2022: આ રાશિના લોકો પર શ્રાવણમાસમાં ધનવર્ષા કરશે લક્ષ્મી માતા, જુઓ તમારી રાશિ

શ્રાવણમાસમાં કેવું રહેશે તમારી રાશિનું ભવિષ્ય? કઈ રાશિના જાતકો પર મહેરબાન થશે લક્ષ્મીમાતા એ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

Sawan 2022: આ રાશિના લોકો પર શ્રાવણમાસમાં ધનવર્ષા કરશે લક્ષ્મી માતા, જુઓ તમારી રાશિ

નવી દિલ્લીઃ શ્રાવણ માસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે....એવું કહેવાય છે કે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે શિવલિંગ પર જળ-દૂધનો અભિષેક કરવો જોઈએ અને બિલીપત્ર ચડાવવા જોઈએ...તો કેટલીક રાશિના જાતકો મા લક્ષ્મીજીની કૃપા મેળવા માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે...કંઈ રાશિના લોકો માટે શ્રાવણ મહિનો ખાસ રહેશે....આવો જાણીએ... શ્રાવણ મહિનામાં સૌ કોઈ દેવાધીદેવ શિવની પૂજા કરે છે અને  શ્રાવણ મહિનાનો સોમાવાર ખાસ ગણવામાં આવે છે. શ્રાવણ માસ શિવજીને પ્રિય છે કારણ કે આ માસ તેમને શિતળતા આપનાર છે. તે દરેક વસ્તુ જે શિતળતા આપે તે શિવજીને પ્રિય છે. 

શ્રાવણ માસમાં આ રાશિના જાતકો પર વરસશે મા લક્ષ્મીજીની કૃપા:

1) ધન-
ધનુ રાશિના લોકો માટે શ્રાવણ માસ શુભ રહેશે..શ્રાવણ માસમાં આ રાશિના જાતકોને નવા કામની જવાબદારી મળી શકે છે સાથે પ્રમોશનની પણ સંભાવના છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્રોપર્ટી ખરીદવા અને નવો બિઝનેસ શરૂ કરવા માટે પણ આ સમય ઘણો અનુકૂળ છે.

2) મિથુન રાશિ-
મિથુન રાશિના લોકો માટે  શ્રાવણ માસ ઘણી બધી ખુશી લઈને આવશે.. આ માસમાં કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી ફાયદાકારક રહેશે. કોર્ટમાં કોઈ કેસ ચાલી રહ્યો હોય તો આ માસમાં તેનો ઉકેલ આવી શકે છે.

3) તુલા-
શ્રાવણ માસમાં તુલા રાશિના જાતકોનું સમાજમાં માન-સન્માન વધશે. આ રાશિના લોકો પર મા સરસ્વતી અને મા લક્ષ્મીની કૃપા રહેશે. તમારી વાણીના કારણે સમાજમાં તમને સન્માન મળશે. જો તમે રાજકારણમાં જવાનું વિચારી રહ્યા છો તો આ સમય સૌથી શ્રેષ્ઠ છે.

4) મીન-
મીન રાશિના લોકો પર શ્રાવણ મહિનામાં માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. દાન માટે આ મહિનો સારો રહેશે. જો શક્ય હોય તો આ મહિનામાં દાન કરો. એઆ મહિનામાં વાહન ખરીદી શકાય છે.

5) સિંહ-
શ્રાવણ મહિનામાં આ રાશિના લોકોના માન-સન્માનમાં વધારો થશે. અચાનક નાણાંકીય લાભ થવાની સંભાવના છે. સાથે જ મહેનતનું પૂરેપૂરું ફળ પણ મળશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news