IPL ઈતિહાસઃ આ 3 બેટ્સમેનોએ બનાવ્યા છે કેકેઆર વિરુદ્ધ સૌથી વધુ રન

આઈપીએલની બે વખતની ચેમ્પિયન ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ આ 3 ખેલાડીને બેટિંગ કરવી ખુબ પસંદ છે. સાથે આ ત્રણેયે કેકેઆર વિરુદ્ધ આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવ્યા છે. 
 

IPL ઈતિહાસઃ આ 3 બેટ્સમેનોએ બનાવ્યા છે કેકેઆર વિરુદ્ધ સૌથી વધુ રન

નવી દિલ્હીઃ ટૂંક સમયમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો રોમાંચ પરત ફરવાનો છે. બધી આઈપીએલ ટીમો આ ટૂર્નામેન્ટની 13મી સીઝન માટે સંયુક્ત અરબ અમીરાત (UAE) પહોંચી ચુકી છે. આઈપીએલના 12 વર્ષોમાં આપણે જોયું કે બધી ટીમોના ખેલાડી પોતાની રમતથી ખુબ પ્રભાવિત કરે છે. પરંતુ કેટલાક એવા બેટ્સમેન રહે છે, જે આઈપીએલમાં કોઈ એક ટીમને નિશાન બનાવે છે અને તેની વિરુદ્ધ રનનો ઢગલો કરે છે. અમને તમને આવા બેટ્સમેનો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. આઈપીએલની ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) વિરુદ્ધ સૌથી વધુ રન બનાવનાર 3 બેટ્સમેનો વિશે, જેને કેકેઆરની ટીમ વિરુદ્ધ રમવાનું ખુબ પસંદ છે. 

3- સુરેશ રૈના 818 રન
મિસ્ટર આઈપીએલ સુરેશ રૈના (Suresh Raina) આ લીગના સૌથી સફળ બેટ્સમેનોમાંથી એક છે. આમ તો રૈના આઈપીએલમાં દરેક ટીમ સામે રન બનાવે છે. પરંતુ વાત જ્યારે કોલકત્તા સામે રન બનાવવાની હોય તો રૈના અહીં પણ પાછળ નથી. ચેન્નઈ સુપરકિંગ્સના બેટ્સમેન સુરેશ રૈનાએ કેકેઆર વિરુદ્ધ 22 મેચમાં 818 રન બનાવ્યા છે. જેમાં રૈનાની બેટિંગ એવરેજ 45.44ની રહી છે. સાથે રૈનાએ કેકેઆર વિરુદ્ધ 80 ચોગ્ગા અને 28 છગ્ગા ફટકાર્યા છે. 

લીસા સ્ટાલેકરઃ પુણેના અનાથ આશ્રમથી આઈસીસી હોલ ઓફ ફેમ સુધીની સફર

2- રોહિત શર્મા 824 રનટ
4 વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ને કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ બેટિંગ કરવી ખુબ પસંદ છે. આ કારણ છે કે રોહિત શર્માએ કેકેઆર વિરુદ્ધ રમેલી 25 મેચમાં 45.77ની એવરેજથી 824 રન ફટકાર્યા છે. હિટમેને કેકેઆર ટીમ વિરુદ્ધ 85 ચોગ્ગા અને 28 છગ્ગા પણ લગાવ્યા છે. 

1- ડેવિડ વોર્નર 829 રન
સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન ડેવિડ વોર્નર (David Warner) આઈપીએલની દરેક સીઝનમાં પોતાના બેટથી કમાલ કરે છે. જો વાત એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ રન બનાવવાની કરીએ તો આ મામલામાં પણ વોર્નર સૌથી આગળ છે અને તેની પસંદગીની ટીમ કેકેઆર છે. વોર્નરે તેની વિરુદ્ધ 21 મેચમાં 43.63ની એવરેજથી 829 રન બનાવ્યા હતા. આ સિવાય વોર્નરે કેકેઆર વિરુદ્ધ રમતા 2 સદી અને 4 અડધી સદી પણ ફટકારી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news