લીસા સ્ટાલેકરઃ પુણેના અનાથ આશ્રમથી આઈસીસી હોલ ઓફ ફેમ સુધીની સફર


લીસા સ્ટાલેકર વિશ્વભરની મહિલા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ છે. તેનો જન્મ ભારતમાં થયો હતો. ક્રિકેટમાં તેણે આપેલા શાનદાર યોગદાન બદલ આઈસીસીએ રવિવારે તેને હોલ ઓફ ફેમમાં સામેલ કરી છે. 

લીસા સ્ટાલેકરઃ પુણેના અનાથ આશ્રમથી આઈસીસી હોલ ઓફ ફેમ સુધીની સફર

નવી દિલ્હીઃ આઈસીસી (ICC)એ રવિવારે ત્રણ મોટા દિગ્ગજ ખેલાડીઓને હોલ ઓફ ફેમ (ICC Hall of Fame 2020)મા સામેલ કર્યાં છે. તેમાં પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન ઝહીર અબ્બાસ (Zaheer Abbas), સાઉથ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિક (Jacque Kallis), અને ઓસ્ટ્રેલિયાની પૂર્વ મહિલા ઓલરાઉન્ડર લીસા સ્ટાલેકર  (Lisa Sthalekar) પણ સામેલ છે. 

લીસા સ્ટાલેકરનો જન્મ ભારતમાં થયો. તેને પુણેના કોઈ અનાથ આશ્રમમાં છોડી દેવામાં આવી. સ્ટાલેકર પરિવારે ત્રણ સપ્તાહની આ નાની બાળકીને દતક લીધી. આ વાતને ખુલાસો તેણે 2013મા નિવૃતી બાદ કર્યો હતો. તે વર્ષે ઓસ્ટ્રેલિયાએ ભારતમાં વિશ્વકપ જીત્યો હતો. વનડે આંતરરાષ્ટ્રીયમાં 1000 રન બનાવવા અને 100 વિકેટ ઝડપનાર લીસા પ્રથમ મહિલા ક્રિકેટર છે. એટલું જ નહીં 2007-2010 આશરે ત્રણ વર્ષ એટલે કે 934 દિવસ સુધી તે વિશ્વની નંબર વન મહિલા ઓલરાઉન્ડર રહી હતી. 

— Lisa Sthalekar (@sthalekar93) August 23, 2020

સ્ટાલેકર આ હોલ ઓફ ફેમમાં સામેલ થનારી ઓસ્ટ્રેલિયા તરફથી 27મી અને પાંચમી મહિલા ક્રિકેટર છે. તેની પહેલા બેલિન્ડા ક્લાર્ક, બેટી વિલસન, કેરન રોલ્ટન અને કેથરીન ફિટપેટ્રિક પણ સામેલ છે. તેણે 2013મા પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરને સમાપ્ત કર્યું હતું. તેણે 30.65ની એવરેજથી 2728 રન બનાવ્યા સાથે 24397ની એવરેજથી 146 વિકેટ પણ ઝડપી હતી. 

PSG vs BM: બાયર્ન મ્યૂનિખે પીએસજીને 1-0થી હરાવી છઠ્ઠીવાર જીત્યું ચેમ્પિયન્સ લીગનું ટાઇટલ

મહિલા વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2000 રન અને 10 વિકેટ ઝડપનારી તે પાંચ મહિલા ક્રિકેટરોમાં સામેલ છે. તેના સિવાય એલિસ પેરી એકમાત્ર ઓસ્ટ્રેલિયન છે. સ્ટાલેકર ઓસ્ટ્રેલિયા તરફથી ચાર વિશ્વ કપ વિજેતા ટીમની સભ્ય રહી છે. 2005 અને 2013મા તેણે 50 ઓવરનો વિશ્વ કપ જીત્યો અને 2010 અને 2012મા ટી20 વિશ્વકપ વિજેતા ટીમમાં સામેલ રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news