IPL ઈતિહાસઃ આઈપીએલના આ ત્રણ રેકોર્ડને તોડવા ખુબ મુશ્કેલ


આઈપીએલની દરેક સીઝનમાં કોઈ નવા રેકોર્ડ બને છે તો કોઈ રેકોર્ડ તૂટે છે. પરંતુ અત્યાર સુધીની સીઝનમાં બનેલા આ ત્રણ રેકોર્ડ તોડવા કોઈપણ ખેલાડી માટે મુશ્કેલ છે. 

IPL ઈતિહાસઃ  આઈપીએલના આ ત્રણ રેકોર્ડને તોડવા ખુબ મુશ્કેલ

નવી દિલ્હીઃ આઈપીએલનો સમય જે રીતે નજીક આવે છે. તે રીતે ઘણી વાતો પણ સામે આવી રહી છે અને ચર્ચાઓ ચાલી રહી છે. આઈપીએલને લઈને લોકોનો જોશ અને જુસ્સો કંઇક આ પ્રકારે હોય છે. ટૂર્નામેનટ્ શરૂ થતા પહેલા લોકોમાં ઉત્સાહની લહેર જોવા મળે છે. આવું માત્ર આઈપીએલમાં થવું સંભવ છે. લગભગ આ કારણ છે કે આઈપીએલને વિશ્વની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ માનવામાં આવે છે. તેમાં કોઈ શંકાને સ્થાન ન હોવું જોઈએ. આઈપીએલનું નામ લોકોના મગજમાં હંમેશા રહે છે. 

લોકપ્રિયતાનું કારણ પણ આઈપીએલમાં બનતા ધાડક રેકોર્ડ પણ છે. તોફાની બેટિંગ, ચોગ્ગા અને છગ્ગાના વરસાદથી ટૂર્નામેન્ટમાં દર્શકોનું ખુબ મનોરંજન થાય ચે. ઝડપથી રમવાને કારણે દર્શકોને કંટાળો પણ આવતો નથી. દુનિયાભરના મોટા બેટ્સમેન આઈપીએલમાં આવીને પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરે છે. તો દર વર્ષે જૂનિયર ખેલાડીને પણ પોતાની પ્રતિભા દેખાડવાનું મંચ મળે છે. આઈપીએલમાં છેલ્લા એક દાયકા કરતા પણ વધુ સમય દરમિયાન એવા રેકોર્ડ બન્યા છે, જે લગભગ ક્યારેય તૂટશે નહીં. તેનો ઉલ્લેખ અમે અહીં કરી રહ્યાં છીએ. 

આઈપીએલની ત્રણ અતૂટ રેકોર્ડ
એક સીઝનમાં 973 રન

આ રેકોર્ડ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે છે. વિરાટ કોહલીએ 2016ની સીઝનમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. તે સીઝનમાં વિરાટે ધમાકેદાર બેટિંગ કરી હતી. તેના શાનદાર પ્રદર્શન છતાં આરસીબીની ટીમ ટાઇટલ જીતવાથી દૂર રહી હતી. કોહલીએ આ સીઝનમાં ચાર સદી પણ ફટકારી હતી. વિરાટ કોહલીનો આ રેકોર્ડ ઘણા વર્ષો સુધી લગભગ કોઈ ખેલાડી તોડી શકશે. 

3 વખત હેટ્રિક
ભારત તરફથી સૌથી સફળ આઈપીએલ બોલરોમાં અમિત મિશ્રાનું નામ જરૂર આવે છે. તેના નામે આઈપીએલમાં ત્રણ હેટ્રિક છે, જે અન્ય બોલરના નામે નથી. અમિત મિશ્રાએ 2008 બાદ 2011 અને 2013ની આઈપીએલ સીઝનમાં હેટ્રિક ઝડપી હતી. 15 બોલરોએ આઈપીએલમાં હેટ્રિક ઝડપી છે પરંતુ અમિત મિશ્રાની જેમ આ સિદ્ધિ કોઈ મેળવી શક્યું નથી. 

અલ્ઝારી જોસેફ
એક ઈનિંગમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરવાનો રેકોર્ડ પહેલા સોહેલ તનવીરના નામે હતો. રાજસ્થાન રોયલ્સ માટે રમતા તનવીરે 14 રન આપીને 6 વિકેટ ઝડપી હતી, પરંતુ તેને અલ્ઝારી જોસેફે તોડી દીધો. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોસેફે 12 રન આપીને છ વિકેટ ઝડપી હતી. આ રેકોર્ડને પણ તોડવો સરળ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news