ટેલિકોમ News

શું બંધ થઈ જશે Vodafone-Idea? બહુ જ કામના છે આ સમાચાર
જો તમે વોડાફોન-આઈડિયાના ગ્રાહક છો તો તમારા માટે બહુ જ ખરાબ સમાચાર છે. કંપની બંધ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સાથે જ એ પણ શક્યતા વ્યક્ત કરાઈ છે કે, આગામી મહિનાથી સામાન્ય કોલ અને ડેટા માટે વધુ રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. AGR એટલે કે એડજસ્ટ ગ્રોસ રેવન્યુના બોજ તળે દબાયેલ વોડાફોન (Vodafone) આઈડિયા (Idea) ની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. બુધવારે પણ કંપનીને સુપ્રિમ કોર્ટ (Supreme Court) તરફથી કોઈ રાહત મળી નથી. બની શકે છે કે, કંપની ભારતમાં ક્યારેય પણ વેપાર ધંધા બંધ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, વોડાફોન-આઈડિયાને એજીઆર માટે લગભગ 53000 કરોડ રૂપિયા ચૂકવવાના છે. કંપની આ રૂપિયાને ચૂકવવામાં અસમર્થતા વ્યક્ત કરી ચૂકી છે.
Mar 19,2020, 9:18 AM IST
બીએસએનએલને 12000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન
Apr 9,2019, 9:48 AM IST
Airtel TV અને Dish TV થઇ શકે છે એક, બનશે ભારતની સૌથી મોટી DTH કંપની
મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો હવે ટેલિકોમ સુધી સીમિત રહી નથી. કંપની ટૂંક સમયમાં પોતાની DTH સેવાઓ પણ લોન્ચ કરવાના પ્લાનિંગમાં છે. એવામાં કંપની ઇંડસ્ટ્રીમાં પગ મુકતાં પહેલાં લાગે છે કે બાકી કંપનીઓ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિયોએ કેબલ કંપનીઓ જેમ કે Hathway, Datacom અને DEN નેટવર્કનો મોટો ભાગ તો પોતાના નામે કરી લીધો છે. આ પરિસ્થિતિમાં મીડિયા રિપોર્ટસ અનુસાર Bharti Airtel, Dish TV સાથે મર્જરની પ્લાનિંગ કરી રહી છે. જિયોના ટેલિકોમ ઇંડસ્ટ્રીમાં આવ્યા બાદ મોટા પાયે ઘણા ફેરફાર થયા છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે કંપનીઓ પહેલાંથી જ જિયોના પ્લાનને ટક્કર આપવા માટે તૈયારી કરી રહી છે. 
Mar 20,2019, 17:05 PM IST

Trending news