8th Pay Commission latest Updates: કેન્દ્ર કર્મચારીઓ માટે જરૂરી સમાચાર છે. જોકે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે 7મા પગાર પંચની ભલામણો દેશભરમાં લાગૂ છે અને કર્મચારીઓને તેનો લાભ પણ મળી રહ્યો છે. પરંતુ કર્મચારીઓની ફરિયાદ છે કે તેમના માટે જેટલી ભલામણો કરવામાં આવી હતી, તેમને તેમાં ઓછી સેલરી મળી રહી છે. એવામાં કેન્દ્રીય કર્મચારી 8મા પગાર પંચની માંગ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્મચારી યૂનિયનો દ્વારા કરવામાં આવેલી જાણકારી અનુસાર તે આ સંબંધમાં એક મેમોરેન્ડમ તૈયાર કરી રહ્યા છે, જેને જલદી જ સરકારને સોંપવામાં આવશે. મેમોરેન્ડમમાં કર્મચારીઓ દ્વારા ભલામણોના અનુરૂપ સેલરી વધારવા અથવા 8મા પગાર પંચની માંગણી કરવામાં આવશે. જોકે બીજી તરફ સરકારે સદનમાં 8મા પગારપંચને લાગૂ કરવાના વિષય પર કોઇપણ વિચારથી સ્પષ્ટ મનાઇ કરી છે. પરંતુ તેમછતાં કર્મચારીઓને આશા છે કે સરકાર તેના પર ચર્ચા કરી શકે છે. 


કેટલો થઇ શકે છે ન્યૂનતમ પગાર
અમારી સહયોગી વેબસાઇટ ઝી બિઝનેસના અનુસાર કેન્દ્રીય કર્મચારી સંગઠનોનું કહેવું છે કે હાલ ન્યૂનતમ વેતનની સીમા 18 હજાર રૂપિયા રાખવામાં આવી છે. તેમાં વેતન વૃદ્ધિમાં ફિટમેંટ ફેક્ટર (Fitment Factor) ને ખૂબ પ્રાયોરિટી આપવામાં આવી છે. હાલ આ ફેક્ટર 2.57 ગણી વધારે છે, જોકે 7મા પગાર પંચમાં તેને 3.68 ગણા સુધી રાખવાની ભલામણ કરવામાં આવી છે. જો તેના પર સરકાર સાથે સહમતી બને છે તો કર્મચારીઓનું ન્યૂનતમ વેતન 18 હજાર રૂપિયાથી વધીને 26 હજાર રૂપિયા સુધી થઇ જશે. 


ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube