નવી દિલ્હીઃ બોનસ શેર (Bonus Share)આપતી કંપનીઓ પર દાવ લગાવનાર ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. આલકાર્ગો લોજિસ્ટિક લિમિટેડ (Allcargo Logistics Ltd)એ બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીના શેરનો ભાવ 300 રૂપિયાથી ઓછો છે. કંપની પોતાના યોગ્ય ઈન્વેસ્ટરોને 1 શેર પર 3 બોનસ શેર આપવા જઈ રહી છે. આવો વિગતવાર જાણીએ આ બોનસ સ્ટોક વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 નવેમ્બરે આલકાર્ગો લોજિસ્ટેકની બોર્ડ મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં કંપનીએ 2 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર પર 3 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ કંપનીએ બોનસ શેર માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી નથી. નોંધનીય છે કે કંપનીએ 2015માં એક શેર પર એક શેર બોનસમાં આપ્યો હતો. 


આ પણ વાંચોઃ ના હોય! રિલાયન્સે વ્યાજ પર ઉઠાવ્યા આટલા કરોડો રૂપિયા, કેમ પડી રૂપિયાની જરૂર?


શેર બજારમાં કંપનીનું દમદાર પ્રદર્શન
શુક્રવારે આલકાર્ગો લોજિસ્ટિક લિમિટેડના શેર 2.58 ટકાની તેજીની સાથે 272.5 રૂપિયાના લેવલ પર પહોંચી બંધ થયા હતા. પરંતુ છેલ્લા એક વર્ષમાં આ બોનસ સ્ટોકની કિંમતમાં 40 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા છ મહિનામાં આ શેર 8 ટકાથી વધુ નીચે આવ્યો છે. એટલે કે ઈન્વેસ્ટરો માટે છેલ્લું એક વર્ષ શાનદાર રહ્યું નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube