ના હોય! રિલાયન્સે વ્યાજ પર ઉઠાવ્યા આટલા કરોડો રૂપિયા, કેમ પડી રૂપિયાની જરૂર?

Reliance Money: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શેરબજારને જાણ કરી હતી કે કંપનીના 10 વર્ષના બોન્ડ 7.79 ટકા વ્યાજે વેચવામાં આવ્યા છે. કંપનીએ જણાવ્યું છે કે આજે ​​રૂ. 1,00,000ની ફેસ વેલ્યુ પ્રાઈવેટ પ્લેસમેન્ટના આધારે 20,00,000 સિક્યોર્ડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) જારી કર્યા છે.
 

 ના હોય! રિલાયન્સે વ્યાજ પર ઉઠાવ્યા આટલા કરોડો રૂપિયા, કેમ પડી રૂપિયાની જરૂર?

Reliance Money: મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. તે વિશ્વના ટોચના અમીર લોકોમાં સામેલ છે. મુકેશ અંબાણીનું નામ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ટોપ 15માં સામેલ છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન છે. હવે રિલાયન્સ દ્વારા કરોડો રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. હવે આ અંગેની માહિતી પણ સામે આવી છે.

20000 કરોડ એકત્ર કર્યા
આ રૂપિયા રિલાયન્સ દ્વારા વ્યાજ પર ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે એ પણ પ્રકાશમાં આવ્યું છે કે આ વ્યાજ દર ઘણો વધારે છે. વાસ્તવમાં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 7.79 ટકા વ્યાજ પર બોન્ડ ઈશ્યુ કરીને રૂ. 20,000 કરોડ ઊભા કર્યા છે. બિન-નાણાકીય ભારતીય કંપની દ્વારા આ સૌથી મોટો બોન્ડ ઈશ્યુ છે. કંપનીએ શુક્રવારે આ જાણકારી આપી.

સરકારના ઉધાર ખર્ચ કરતાં વ્યાજ દર વધારે છે
કૂપન એટલે કે વ્યાજ દર સરકારના ઉધાર ખર્ચ કરતાં 0.4 ટકા વધુ છે. આવી સ્થિતિમાં રિલાયન્સ માટે આ વ્યાજ દર પણ ઘણો ઊંચો છે. આ બોન્ડ 10 વર્ષ માટે છે. શેરબજારને આપેલી માહિતીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું કે કંપનીના 10 વર્ષના બોન્ડ 7.79 ટકા વ્યાજ પર વેચવામાં આવ્યા હતા. 

બિડ પ્રાપ્ત થઈ
ઇશ્યૂનું મૂળ કદ રૂ. 10,000 કરોડ હતું. જો વધુ બિડ મળે તો રકમમાં 10,000 કરોડ રૂપિયા સુધીનો વધારો કરવાનો વિકલ્પ પણ હતો. આ સપ્તાહની શરૂઆતમાં, કંપનીના બોન્ડ ઇશ્યૂને રૂ. 27,115 કરોડની બિડ મળી હતી. વીમા કંપનીઓએ આમાં ભારે રસ દાખવ્યો હતો. આ રકમમાંથી તેણે 20,000 કરોડ રૂપિયા પોતાની પાસે રાખ્યા હતા. રિલાયન્સ BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર NCD ને લિસ્ટ કરવાની યોજના ધરાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news