અશોક લેલૈંડનો ફ્યૂચર પ્લાન, ટૂંક સમયમાં અમદાવાદમાં દોડશે ઈલેક્ટ્રિક બસો, PM મોદી આપશે ભેટ
પ્રદૂષણના વધતા જતા સ્તરને જોતાં ભારત સરકાર ઈલેક્ટ્રિક વાહનોના વધુ ઉપયોગ માટે ભાર મુકી રહી છે. તેને જોતાં ઘણી ઓટો કંપનીઓએ પોતાની ઈલેક્ટ્રિક કાર, બાઈક અને સ્કૂટરને બજારમાં રજૂ કરી રહી છે. તેને જોતાં ભારતની સૌથી મોટી બસ નિર્માતા કંપની અશોક લેલૈંડ પણ પબ્લિક ટ્રાંસપોર્ટમાં ઉપયોગમાં થનારી ઈલેક્ટ્રિક બસને લોંચ કરવાની તૈયારી કરી રહી છે.
કેતન જોશી, અમદાવાદ: પ્રદૂષણના વધતા જતા સ્તરને જોતાં ભારત સરકાર ઈલેક્ટ્રિક વાહનોના વધુ ઉપયોગ માટે ભાર મુકી રહી છે. તેને જોતાં ઘણી ઓટો કંપનીઓએ પોતાની ઈલેક્ટ્રિક કાર, બાઈક અને સ્કૂટરને બજારમાં રજૂ કરી રહી છે. તેને જોતાં ભારતની સૌથી મોટી બસ નિર્માતા કંપની અશોક લેલૈંડ પણ પબ્લિક ટ્રાંસપોર્ટમાં ઉપયોગમાં થનારી ઈલેક્ટ્રિક બસને લોંચ કરવાની તૈયારી કરી રહી છે. અશોક લેલૈંડે ગત વર્ષ થયેલા ઓટો એક્સપોમાં ઈલેક્ટ્રિકલ બસ શોકેસ કરી હતી. તેને 'સર્કિટ એફ' નામ આપવામાં આવ્યું હતું. હવે સમાચાર છે કે ટૂંક સમયમાં આ બસો રસ્તા પર દોડતી જોવા મળશે.
Vibrant Gujarat: રજૂ થશે ઉડતી કારનું મોડલ, 5 દેશોના PM લેશે ભાગ
અશોક લેલૈંડે તૈયાર કરી ઈલેક્ટ્રિક બસો
અશોક લેલૈંડે અત્યાર સુધી કેટલીક ઈલેક્ટ્રિક બસ તૈયાર કરી લીધી છે. આગળ પણ મોટાપાયે ઉત્પાદન થશે. અમદાવાદના રસ્તા પર થોડા દિવસો પછી ઈલેક્ટ્રિક બસ દોડતી જોવા મળશે. ઝી બિઝનેસ સાથે ખાસ વાતચીતમાં કંપનીના ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેંટના હેડ કાર્તિક અથમનાથને કંપનીનો ફ્યૂચર પ્લાન શેર કર્યો.
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં 24X7 કલાક કરો ખરીદી, અને મેળવો અઢળક ગિફ્ટ્સ
કેટલી છે પડતર
કાર્તિકનું કહેવું છે કે ઈલેક્ટ્રિક બસની પડતર અત્યારે 55 લાખથી દોઢ કરોડ સુધી છે. પ્રતિ કિલોમીટર અત્યારે 3 થી 10 રૂપિયાની અંદર પડતર આવે છે. આગામી સમયમાં આ પડતર હજુ ઓછી થશે. ભારતમાં પણ 550000 ઈલેક્ટ્રિક બસની જરૂર છે. નીતિ આયોગના અનુસાર આગળ પણ તેનું મોટું માર્કેટ રહેવાનું છે. સિટી બસના ઉપયોગમાં આ ઈલેક્ટ્રિક બસ દોડશે. 2022 બાદ દર વર્ષે ભારતમાં 10,000 ઈલેક્ટ્રિક બસ બનશે.
VIBRANT ગુજરાત: 4000 કરોડનું રોકાણ કરશે ફાર્મા કંપનીઓ, મળશે હજારો નોકરીઓ
સ્માર્ટ સિટી માટે બનાવવામાં આવી રહી છે સ્માર્ટ બસ
ઈલેક્ટ્રિક બસને અશોક લેલૈ6ડ અને સન મોબિલિટીની પાર્ટનરશિપમાં બનાવવામાં આવી રહી છે. તેને સ્માર્ટ સિટી મોબિલિટી સોલ્યૂશન તરીકે બનાવવામાં આવી રહી છે. બસોમાં 500 kg ની બેટરી લગાવવામાં આવી શકે છે. ખાસ વાત એ છે કે ફક્ત 2.5 મિનિટમાં આ બેટરીઓને બદલી શકાય છે. સાથે જ ઓછા સમયમાં ચાર્જ થવામાં સક્ષમ છે.