મોટો ખુલાસો! RBIના રોક છતાં Debit Card Payment પર બેંક વસૂલ કરી રહી છે સરચાર્જ
RBIના આદેશ અનુસાર ઓનલાઇન પેમેન્ટ (Online Payment) પર કોઈ પ્રકારનો સરચાર્જ લેવામાં આવશે નહીં, પરંતુ શું ખરેખરમાં એવું છે, IIT Bombayની એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે કે, બેંક્સ/ પેમેન્ટ એગ્રીગેટર હજુ પણ સરચાર્જ વસૂલ કરી રહી છે.
નવી દિલ્હી: શું તમે ઓનલાઇન પેમેન્ટ (Online Payment) કરવા માટે અલગથી કોઈ સરચાર્જ (Surcharge) આપી રહ્યાં છો, તો તમારા જવાબ હશે નહીં. શું રિઝર્વ બેંક (RBI)એ બેંકો પર ઓનલાઇન ચૂકવણી કરવા પર રોક લગાવી છે. પરંતુ રોક લગાવ્યા છતાં બેંકો અને પેમેન્ટ એગ્રીગેટર (PA) ઓનલાઇન પેમેન્ટ પર સરચાર્જ વસૂલ કરી રહી છે. આ ચોંકાવનારો ખુલાસો થયો છે IIT Bombayની એક રિપોર્ટમાં.
આ પણ વાંચો:- Petrol Price Today: સતત પાંચમાં દિવસે ભાવમાં કોઈ ફેરફાર નહીં, જાણો તમારા શહેરની કિંમત
ડેબિટ કાર્ડ પેમેન્ટ પર 2 ટકા સુધી સરચાર્જ
બિઝનેસ વેબસાઈટ moneycontrol.comમાં રજૂ થયેલા એક સમાચાર અનુસાર, ડેબિટ કાર્ડ પેમેન્ટ પર મર્ચન્ટ પાસેથી 2 ટકા સુધી અને ડબિટ કાર્ડ પેમેન્ટ પર કસ્ટમર પાસેથી 0.9 ટકા સુધીનો સરચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યો છે. IITના એક પ્રોફેરસે રિપોર્ટમાં કહ્યું છે કે, રિઝર્વ બેંકને એક એવું વાતાવરણ બનાવવાની અને પગલા લેવાની જરૂરીયાત છે, જેમાં મર્ચન્ટ, બેંક/પેમેન્ટ એગ્રીગેટરને કંઝ્યૂમર્સ પાસેથી પેમેન્ટ પર કોઈ પ્રકારની ચૂકવણી લેવાથી રોકી શકાય.
આ પણ વાંચો:- Railwayનું થશે ખાનગીકરણ, બંધ થશે યોત્રિઓને મળતી સુવિધાઓ? જાણો શું છે સત્ય
IIT Bombayની સ્ટડીમાં ખુલાસો
IIT Bombayના પ્રોફેસરે તેમની સ્ટડી ‘Charging Consumers for Merchant Payments’માં લખ્યુ છે કે, એક્ચ્યુઅર બેંક/ પેમેન્ટ એગ્રીગેટર કંઝ્યૂમર પાસેથી ડિજિટલ પેમેન્ટ પર કંનીનિયરંસ ફીના નામ પર ચાર્જ વસૂલ કરે છે જે એક મોટો સવાલ છે. moneycontrol.comના જણાવ્યા અનુસાર, આ પ્રકારની વસૂલી કરનાર લોકોની IIT Bombayની યાદીમાં કોટક મહિન્દ્રા, ICICI બેંક, HDFC બેંક અને Tata SIA, SpiceJetનો પણ ઉલ્લેખ છે.
આ પણ વાંચો:- 390 રૂપિયાના EMI પર મળી રહી છે Maruti Suzukiની આ Best 7 seater Car
આ રીતે કામ કરે છે બેંક/PA અને મર્ચન્ટની સિસ્ટમ
તમને જણાવી દઇએ કે, એક્ચ્યુઅર બેંક મર્ચન્ટને કાર્ડ્સ દ્વારા પેમેન્ટ લેવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે છે. જ્યારે પેમેન્ટ એગ્રીગેટર મર્ચન્ટને એક્ચ્યુઅર બેંકથી કનેક્ટ કરે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં તેઓ કસ્ટમર પાસેથી પેમેન્ટ રિસીવ કરે છે, તેને ભેગું કરે છે અને એક સમય બાદ મર્ચન્ટને ટ્રાન્સફર કરે છે.
આ પણ વાંચો:- કોટક મહિન્દ્રા બેંક વર્કફ્રોમ હોમ કરતાં પોતાના કર્મચારીઓ માટે લાવી ખુશખબરી
પેમેન્ટ સરચાર્જમાં યુક્તિ!
જો કે, રિઝર્વ બેંકમાં જાહેર કરેલા નિયમો અંતર્ગત ડેબિટ કાર્ડ પર સરચાર્જ લઇ શકાય નહીં, તેના પર પ્રોફેસર દાસનું કહેવું છે કે, એવું લાગે છે કે, RBIના નિયમોમાં આ વાતની મંજૂરી આપવામાં આવી છે કે, પેમેન્ટ એગ્રીગેટર્સ કંઝ્યૂમરથી વસૂલ કરી શકે. આ કામ પેમેન્ટ સરચાર્જ માટે એક પ્રકારથી સરોગેટની જેવું લાગે છે.
આ પણ વાંચો:- સોના-ચાંદીના ભાવમાં ફરી થયો આટલો ઘટાડો, જાણો કેમ ઘટી રહ્યા ભાવ
BHIM-UPI જેવા દેશી પ્લેટફોર્મને સબ્સિડી મળે
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશી પ્લેટફોર્મ માટે આર્થિક સબ્સિડી આપવી જોઇએ. જેથી વિદેશી ઓનલાઇન પ્લેટફોર્મની સરખામણીએ ઘરેલૂ પ્લેટફોર્મને મજબૂતી મળે. BHIM-UPI દ્વારા પેમેન્ટનો ભાર સરકારે ઉઠાવવો જોઇએ. Amazon, Flipkart, Zomato અને Swiggyને BHIM-UPIથી પેમેન્ટ પર સબ્સિડી મળવી જોઇએ. સર્વિસ એગ્રીગેટર તરફથી ડિસ્કાઉન્ટ સરકાર અથવા RBIએ આપવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube