Rameshwaram Cafe: ઇડલી-ડોસા વેચીને દર મહિને ₹5 કરોડની કમાણી, કેવી રીતે થઇ રામેશ્વર કેફેની શરૂઆત?
Bengaluru Rameshwaram Cafe Blast: બેંગલુરૂના રામેશ્વર કેફેમાં થયેલા બ્લાસ્ટે બધાને હચમચાવી મુક્યા છે. બ્લાસ્ટના વિડીયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ચારેય તરફ ધૂમાડો, કિકિયારીઓ વચ્ચે મદદ માટે ભાગતા લોકોની મજબૂરી વીડિયોમાં દેખાઇ રહી છે. ઇડલી-ડોસા જેવી સાઉથ ઇન્ડીયન ભોજન માટે જાણિતા કેફેમાં બ્લાસ્ટ થયો તેનું કારણ હજુ સામે આવ્યું નથી.
Bengaluru Rameshwaram Cafe Blast: બેંગલુરૂના રામેશ્વર કેફેમાં થયેલા બ્લાસ્ટે બધાને હચમચાવી મુક્યા છે. બ્લાસ્ટના વિડીયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ચારેય તરફ ધૂમાડો, કિકિયારીઓ વચ્ચે મદદ માટે ભાગતા લોકોની મજબૂરી વીડિયોમાં દેખાઇ રહી છે. ઇડલી-ડોસા જેવી સાઉથ ઇન્ડીયન ભોજન માટે જાણિતા કેફેમાં બ્લાસ્ટ થયો તેનું કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ આ બ્લાસ્ટે રામેશ્વર કેફે (Rameshwaram Cafe)ના સ્ટોરને નષ્ટ કરી દીધો. જે કેફે પોતાના ડોસાના લીધે ફેમસ છે, આજે તે બ્લાસ્ટનો શિકાર બન્યું છે. રામેશ્વર કેફેની ઇડલી-ડોસા વિશે કહેવામાં આવે છે કે જો તમે બેંગલુરૂ આવ્યા અને અહીં સાઉથ ઇન્ડીયન ભોજન અને ફિલ્ટર કોફી ન પીધી તો તમારી સફર અધુરી છે.
Climate Change: ભારત માટે ચેતવણી : વગર સિઝનમાં વરસાદ પડશે, ઠંડી અને ગરમી વધશે
ગુજરાતની ITI માં મહિલાઓની ભરતીમાં ઉછાળોઃ કારણ જાણશો તો તમે પણ એડમિશન માટે મુકશો દોટ
10×10 ચોરસ ફૂટના કેફેથી થઈ હતી રામેશ્વરમ કાફેની શરૂઆત
પોતાની ઇડલી-સાંભર અને ફિલ્ટર કોપી માટે સમગ્ર કર્ણાટકમાં પ્રખ્યાત આ કેફે 10×10 ચોરસ ફૂટના નાના કાફેથી શરૂ થયું હતું. આ કાફેની લોકપ્રિયતા તેની બહારની લાંબી લાઈન પરથી જાણી શકાય છે. આંધી હોય કે વરસાદ, અહીં ખાવા માટે કેટલાય કિલોમીટર લાંબી લાઇનો લાગે છે. કાફેની બહાર લોકોની એટલી ભીડ છે કે તમે લોકોને જમીન પર બેસીને જમતા જોશો. તેની શરૂઆત પતિ-પત્ની દંપતીએ કરી હતી.
BIG NEWS: ગુજરાતમાં જંત્રી રેટથી નહીં વસૂલાય ફ્લેટોની ફી, રિડેવલોપમેન્ટમાં આવશે તેજી
ચારેબાજુ ધૂમાડો, જમીન પર પડ્યા લોકો...બેંગલુરૂના કેફેમાં બ્લાસ્ટનો વીડિયો સામે આવ્યો
કોણ છે રામેશ્વરમ કાફેના માલિક?
બેંગલુરુના લોકપ્રિય રામેશ્વરમ કાફે (Rameshwaram cafe) નો પાયો અલ્ટ્રાન વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ (Altran Ventures) દ્વારા નાખવામાં આવ્યો હતો. પરિવારની ઈચ્છા વિરુદ્ધ જઈને CA દિવ્યા રાઘવેન્દ્ર રાવે તેના પતિ રાઘવેન્દ્ર રાવ સાથે મળીને આ કેફેની શરૂઆત કરી હતી. વર્ષ 2021 માં તેણે બેંગલુરુના ઈન્દિરા નગરમાં 10×10 ચોરસ ફૂટની દુકાન શરૂ કરી, જેમાં તેણે સાઉથ ઇન્ડીયન ભોજન ઈડલી, ડોસા, વડા, સાંભર અને ફિલ્ટર કોફી વેચવાનું શરૂ કર્યું. મિકેનિકલ એન્જિનિયર રાઘવેન્દ્ર પાસે ફૂડ ઇંડસ્ટ્રીમાં કામ કરવાનો 20 વર્ષનો અનુભવ છે. તેમની પત્ની દિવ્યા અને કંપનીના કો-ફાઉન્ડર દિવ્યા રાઘવેન્દ્ર રાવે IIMમાંથી અભ્યાસ કર્યો છે. તેમની પાસે સીએની ડિગ્રી છે.
મે મહિનામાં સર્જાશે ગજલક્ષ્મી યોગ, આ 5 રાશિઓને ચારેય દિશામાંથી મળશે ફાયદો જ ફાયદો
લોટ-ચોખા બાદ સરકાર વેચશે સસ્તી 'ભારતીય મસૂર દાળ', શું હશે ભાવ અને ક્યાં મળશે?
દર મહિનાની કમાણી 5 કરોડ
દિવ્યા અને રાઘવેન્દ્રએ સોશિયલ મીડિયાની તાકાતનો ઉપયોગ કરતાં પોતાની કેફેની માર્કેટિંગ કરી. તે પોતાના કેફેની બહાર ગ્રાહકો સાથે ફોટો લઇને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા. આજે પણ રામેશ્વરમ કેફેની બહાર રોજ ગ્રાહકોના ફોટા લેવામાં આવે છે, જે તે પોતાના ઇંસ્ટાગ્રામ પેજ પર શેર કરે છે. તમને આશ્વર્ય થશે કે દરરોજ આ કેફેમાં 7500 ઓર્ડર ડિલીવર કરવામાં આવે છે. બંનેએ થોડા દિવસોમાં એક પછી ત્રણ રેસ્ટોરેન્ટ ખોલ્યા. આજે બેંગલુરૂ ઉપરાંત તેમના રેસ્ટોરેન્ટ હૈદ્બાબાદમાં પણ છે. જો કમાણીની વાત કરીએ તો તે દરેક સ્ટોરમાંથી દર મહિને લગભગ 5 કરોડ રૂપિયાની કમાણી કરે છે. રામેશ્વર કેફે આજે એક બ્રાંડ બની ગયું છે.
સામે આવ્યો મુકેશ અંબાણી-નીતા ભાભીનો રોમેન્ટીક ડાન્સ વિડીયો, ક્યૂટ લાગે છે કપલ
બેંગ્લોરના રામેશ્વર કેફેમાં બ્લાસ્ટ, 5 લોકો ગંભીર રીતે ઘાયલ, ભેદી બ્લાસ્ટની તપાસ શરૂ