LPG Cylinder price hike today : 1 ફેબ્રુઆરીએ હજી તો લોકોના ખાતામાં પગાર પડ્યો છે, ત્યાં જ 440 વોલ્ટનો ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે. 1લી ફેબ્રુઆરીની વહેલી સવારે LPG ગ્રાહકોને આંચકો લાગશે. દેશના બજેટના દિવસે તેલ કંપનીઓએ ગેસ સિલિન્ડરનું બજેટ બગાડ્યું છે. શિયાળાની મોસમમાં માંગમાં વધારો અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોને કારણે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વધારો 19 KG કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ આજથી લાગુ થશે. ગયા મહિને પણ ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 1.50 રૂપિયાનો વધારો કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર મહાનગરોમાં LPG 19 KG સિલિન્ડરનો ભાવ શું છે?
દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો થયા બાદ તે 1769.50 રૂપિયા પર પહોંચી ગયો છે. તો કોલકાતામાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1887.00 રૂપિયા પર પહોંચી ગઈ છે. મુંબઈમાં તે 1723.50 રૂપિયા છે અને ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1937 રૂપિયા પર પહોંચી ગઈ છે.


IOCLની વેબસાઈટ અનુસાર તેની કિંમતોમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના બાદ રાજધાની દિલ્હીમાં એક કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 1769.50 રૂપિયા થઈ ગઈ છે. નવી કિંમતો 1 ફેબ્રુઆરી 2024થી લાગુ થઈ ગઈ છે. 


અમેરિકાએ પૂરુ કર્યુ ભારતીયોનું મોટું સપનું, પહેલા ક્યારેય ન આપ્યા એટલા વિઝા આપ્યા


90 સેકન્ડ માટે સ્ટોપ થઈ પૃથ્વીના મહાવિનાશની ઘડિયાળ, 2024 માં છે મોટો ખતરો