Rail Budget 2021: નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman)  ભારતીય રેલવે  (Rail Budget 2021) માટે અનેક મોટી જાહેરાત કરી છે. બજેટ 2021માં નાણામંત્રીએ રેલવે માટે 1,10,055 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. નાણામંત્રીએ રાષ્ટ્રીય રેલ યોજના 2030ની પણ જાહેરાત કરી. આ યોજનામાં ભારતની ભવિષ્યની રેલનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રી નિર્મલા સીતારમણે  ( FM Nirmala Sitharaman ) કહ્યું કે ઉદ્યોગો માટે રેલ માલ ભાડાને ઓછું કરવાના અનેક ઉપાય કરવામાં આવી રહ્યા છે. જૂન 2022 સુધી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (Western Dedicated Freight Corridor) અને ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (Eastern Dedicated Freight Corridor) લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 2021-22માં પૂર્વ ડીએફસીનો 263 કિલોમીટર લાંબો સોનનગર ગોમો ખંડ પીપીપી મોડમાં શરૂ કરવામાં આવશે. 


Budget 2021: ખેડૂત આંદોલન વચ્ચે આ વખતે બજેટમાં ખેડૂતો માટે સરકાર કરી અનેક જાહેરાતો...ખાસ જાણો 


માલભાડા પર ભાર
નાણામંત્રીએ કહ્યું કે સરકાર ફ્યૂચર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ઉપર પણ કામ કરી રહી છે. જેને ઈસ્ટ-કોસ્ટ ફ્રેટ કોરિડોર ( East Coast Freight Corridor) નામથી  તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ કોરિડોર પશ્ચિમ બંગાળના ખડગપુરથી આંધ્ર પ્રદેશના વિજયવાડા સુધી તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેની લંબાઈ 1100 કિલોમીટર છે. 274 કિલોમીટરના ગોમો-દાનકુની ખંડને પણ જલદી શરૂ કરવામાં આવશે. 


Budget 2021: બજેટની મોટી વાતો, શું થયું મોંઘુ અને શું થયું સસ્તું...તમામ અપડેટ માટે કરો ક્લિક


ઈલેક્ટ્રિફિકેશનનો ટાર્ગેટ
46,000 બ્રોડગેજ રૂટને આ વર્ષના અંત સુધીમાં ઈલેક્ટ્રિકલાઈનમાં ફેરવવામાં આવશે. Broad Gauge Route ના 100 ટકા ઈલેક્ટ્રિફિકેશનનું કામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂરું કરી લેવામાં આવશે. 


મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે પણ અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. ભારતીય રેલવે માટે 1,10,055 કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાં  Capital expenditure માટે 1,07,100 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. નાણામંત્રીએ કહ્યું કે શહેરોમાં મેટ્રો ટ્રેન સર્વિસ અને સિટી બસ સર્વિસને વધારવાની પણ જોગવાઈ થઈ રહી છે. 


બજેટ પર તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક....


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube