Share Market: બજેટ (Budget 2021) ના દિવસે સલામી આપ્યા બાદ ભારતીય શેર બજાર આજે ફરીથી તેજીમાં જોવા મળી રહ્યું છે. આજે બીજા દિવસે પણ પૂરા જોશ સાથે બજાર ખુલ્યું છે. સેન્સેક્સ ( Sensex) ખુલતાની સાથે જ 50 હજારની સપાટી પાર કરી લીધી. ઈન્ટ્રા ડેમાં સેન્સેક્સ 50,058.85 ના સ્તરે પહોંચી ગયો. જ્યારે સેન્સેક્સનો ઓલ ટાઈમ હાઈ 50,184 છે, જે આ વર્ષે 21 જાન્યુઆરીએ બન્યો હતો. હાલ સેન્સેક્સમાં 1300 અંકથી પણ વધુ તેજી જોવા મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેજી સાથે ખુલ્યા સેન્સેક્સ અને નિફ્ટી
બજેટ ( Budget 2021 ) ના દિવસે 48,600  અંકના સ્તરે બંધ થયેલો સેન્સેક્સ આજે બજેટના બીજા જ દિવસે 593 અંકોની તેજી સાથે 49,193 અંકોના સ્તરે ખુલ્યો. ત્યારબાદ સતત તેજી જોવા મળી રહી છે. જોત જોતામાં તો 50 હજારની સપાટી પણ કૂદાવી દીધી. એ જ રીતે નિફ્ટી જોઈએ તો બજેટના દિવસે 14,281 અંકોના સ્તરે બંધ થયા બાદ આજે 200 અંકોની શાનદાર તેજી સાથે 14,481 અંકોના સ્તર પર ખુલ્યો. આ તેજી સતત ચાલુ રહી અને નિફ્ટીએ  14,700 ની સપાટી પણ સ્પર્શી  લીધી. નિફ્ટીમાં હાલ 350 અંકોથી પણ વધુના વધારા સાથે કારોબાર ચાલુ છે. સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો બધા સેક્ટર સારી લીડ સાથે કારોબાર કરી રહ્યા છે. બેન્ક અને ઓટો સેક્ટર 3 ટકાથી પણ વધુ તેજી દેખાડી રહ્યા છે. આ ઉપરાંત મીડિયા, મેટલ, ફાર્મા, અને રિયાલિટી શેરોમાં પણ સારી તેજી જોવા મળી રહી છે. 


Budget 2021: તોતિંગ પગાર મેળવતા લોકોને પડશે મોટો ઝટકો!, અઢી લાખથી વધુ થયો PF તો લાગશે ટેક્સ


બજેટના દિવસે જોવા મળી શાનદાર તેજી
ગઈ કાલે બજેટના દિવસે ભારતીય શેર બજારે જે પરફોર્મન્સ બતાવ્યું તે છેલ્લા બે દાયકામાં સૌથી સારું કહી શકાય. સેન્સેક્સ 2314.84 એટલે કે 5 ટકાના વધારા સાથે 48600.61 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 646.60 એટલે કે 4.74 ટકાના વધારા સાથે 14281.20 અંક પર બંધ થયો. 


નિફ્ટીમાં લીડ મેળવનારા શેર
ટાટા મોટર્સ,  L&T, HDFC, HDFC બેન્ક, અલ્ટ્રાટેક સીમેન્ટ, બજાજ ફાઈનાન્સ, UPL 


નિફ્ટીમાં પડનારા શેર
હીરો મોટો, HUL, HDFC લાઈફ


બજેટ પર તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક....


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube