હવે ચીની કંપનીઓને લાગી શકે છે મોટો આંચકો, 5G નેટવર્કથી બહાર રાખવાની માંગ ઉઠી
ચીનના સામાનનો બહિષ્કાર કર્યા બાદ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ (કૈટ)એ રવિવારે કેન્દ્ર સરકાર પાસે 5જી નેટવર્ક લાગૂ કરવાની પ્રક્રિયાથી ચીની કંપનીઓ હુવાવેઇ અને જેડઇટી કોર્પોરેશનને સંપૂર્ણપણે બહાર રાખવાની માંગ કરી છે.
નવી દિલ્હી: ચીનના સામાનનો બહિષ્કાર કર્યા બાદ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ (કૈટ)એ રવિવારે કેન્દ્ર સરકાર પાસે 5જી નેટવર્ક લાગૂ કરવાની પ્રક્રિયાથી ચીની કંપનીઓ હુવાવેઇ અને જેડઇટી કોર્પોરેશનને સંપૂર્ણપણે બહાર રાખવાની માંગ કરી છે.
કેન્દ્રીય સૂચના તથા ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદને મોકલેલા એક પત્રમાં કૈટએ કહ્યું કે ભારતની સંપ્રભુતા અને લોકોના વ્યક્તિગત ડેટાની સુરક્ષાને જોતાં આ બંને કંપનીઓને 5જી નેટવર્કથી બહાર રાખવામાં આવે.
કૈટએ પત્રમાં કહ્યું કે સરકારે જે પ્રકારે તાજેતરમાં 59 એપ્સને પ્રતિબંધિત કરી, તે નીતિનું પાલન કરતાં હુવાવેઇ અને જેડઇટી કોર્પોરેશનને 5જી પ્રક્રિયામાં સામેલ થતાં રોકવા જોઇએ.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube