ITR: જે લોકોએ ઇન્કમટેક્સ રિટર્ન હજુ સુધી ફાઇલ કર્યું નથી. તેઓ હવે આ કામ ઝડપથી પૂરું કરી લે નહીં તો ડેડલાઈન પછી તેમની પરેશાની વધી શકે છે. કેટલાક લોકો એવું વિચારતા હતા કે આ વખતે પણ નાણા મંત્રાલય રિટર્ન ફાઇલ કરવાની ડેડ લાઈન આગળ વધારશે પરંતુ નાણા વિભાગ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવી કોઈ યોજના નથી. રાજશ્વ સચિવ સંજય મલ્હોત્રાએ એક સાક્ષાત્કારમાં સ્પષ્ટ કરી દીધું હતું કે ઇન્કમટેક્સ ફાઈલ કરવાની છેલ્લી તારીખ આગળ વધારવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન પણ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


SBI ના કરોડો ગ્રાહકો માટે માઠા સમાચાર, આજથી તમારા ખિસ્સા પર મુકાશે કાતર, વધી જશે EMI


શ્રાવણ મહિનામાં 917 રૂપિયામાં 7 જ્યોતિર્લિંગના દર્શન કરવા છે? તો ઝડપી લો આ તક


ભારતીયોને સસ્તામાં મળશે iPhone 15, એપલ સાથે ટાટા ગૃપની ડીલ થવાથી ભારતને થશે ફાયદો


નાણા મંત્રાલય સ્પષ્ટ કર્યું છે કે ડેડ લાઈન આગળ વધારવાનો મંત્રાલયનો કોઈ જ વિચાર નથી તેમણે તમામ કરદાતાંઓને સલાહ આપી હતી કે ઇન્કમટેક્સ રિટર્ન સમય મર્યાદામાં ફાઇલ કરી દેવામાં આવે. ટેક્સ જેટલી જલ્દી ફાઈલ થઈ જશે તેટલું જ કરતાદાતા માટે ફાયદાકારક રહેશે. કારણ કે જેમ જેમ ડેડ લાઈન નજીક આવશે તેમ ટેક્સ પ્લેયરની ભીડ ટેક્સ ભરવા માટે વધતી જશે.


એક રિપોર્ટ અનુસાર 13 જુલાઈ સુધીમાં નાણાકીય વર્ષ 2023 24 માટે દાખલ કરવામાં આઇટીઆર ની સંખ્યા 23.4 મિલિયન સુધી પહોંચી ગઈ હતી. જેમાંથી 21.7 મિલિયન રિટન વેરીફાઈ હતા. 


મહત્વનું છે કે રિટર્ન ફાઇલ કરવામાં જે લોકો ડેડ લાઈન ચૂકી જશે તેમને 5000 રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. ઇન્કમટેક્સ ફાઈલ કરવાની અને જીએસટી રિટર્ન ફાઇલ કરવાની ડેડ લાઈન પણ 31 જુલાઈ 2023 રાખવામાં આવી છે જેમાં હાલ તો કોઈ જ ફેરફાર થાય તેવી સંભાવના નથી.