યુવા પ્રેમીઓ ચેતજો! આ રીતે આણંદમાં સગીરા મિત્રતામાં અનેકવાર બની હવસનો શિકાર

આણંદ શહેરમાં એનડીડીબી નજીક આવેલા આંગન ફલેટ-2માં રહેતા કિશન ભોઈ નામનાં યુવકે સગીર વયની કિશોરીને ફ્રેન્ડશીપ રીકવેસ્ટ મોકલતા કિશોરીએ ફ્રેન્ડશીપ રીકવેસ્ટ સ્વિકારતા તેઓ વચ્ચે ધીમે ધીમે ચેટીંગ કરતા કરતા મિત્રતા બંધાઈ હતી.

યુવા પ્રેમીઓ ચેતજો! આ રીતે આણંદમાં સગીરા મિત્રતામાં અનેકવાર બની હવસનો શિકાર

બુરહાન પઠાણ/આણંદ: આણંદ શહેરમાં સગીર કિશોરીનો સોશિયલ મિડીયામાં સંપર્ક કરી કિશોરીનાં એડીટીંગ કરેલા ફોટા અને ન્યુડ વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી કિશોરીને જુદા જુદા સ્થળે લઈ જઈ કિશોરી પર દુષ્કર્મ આચરતા આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગણતરીનાં કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. 

Add Zee News as a Preferred Source

આણંદ શહેરમાં એનડીડીબી નજીક આવેલા આંગન ફલેટ-2માં રહેતા કિશન ભોઈ નામનાં યુવકે સગીર વયની કિશોરીને ફ્રેન્ડશીપ રીકવેસ્ટ મોકલતા કિશોરીએ ફ્રેન્ડશીપ રીકવેસ્ટ સ્વિકારતા તેઓ વચ્ચે ધીમે ધીમે ચેટીંગ કરતા કરતા મિત્રતા બંધાઈ હતી અને ત્યારબાદ કિશન ભોઈએ કિશોરીનાં ઈન્સ્ટાગ્રામ પરથી કિશોરીનો ફોટો ડાઉનલોડ કરી કિશોરીનો ફોટો એડીટીંગ કરી અભદ્ર બનાવી કિશોરીને મળવા બોલાવી હતી, પરંતુ કિશોરીએ મળવા જવાની ના પાડતા કિશને કિશોરીનાં ફોટાને સોસ્યલ મિડીયામાં વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. જેથી ફોટો વાયરલ થવાનાં ડરથી કિશોરી કિશન ભોઈને જતા કિશન ભોઈએ બળજબરીપૂર્વક કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું અને કિશોરીનો ન્યુડ વિડીયો બનાવી લીધો હતો. ત્યારબાદ એડીટીંગ કરેલો ફોટો અને ન્યુડ વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી કિશન ભોઈએ અવારનવાર કિશોરીને જુદા જુદા સ્થળોએ લઈ જઈ ચાર વખત તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. 

કિશન ભોઈનાં જાતીય અત્યાચારથી ત્રસ્ત થયેલી કિશોરીએ આ બાબતે પોતાનાં પરિવારજનોને જાણ કરતા પરિવારજનો કિશોરીને લઈને આણંદ ટાઉન પોલીસ મથકે દોડી ગયા હતા. જયાં પોલીસે કિશન ભોઈ વિરૂદ્ધ દુષ્કર્મ અને પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધી આરોપી કિશન ભોઈને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડી તેની દુષ્કર્મ અને પોસ્કોનાં ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news