શ્રાવણ મહિનામાં 917 રૂપિયામાં 7 જ્યોતિર્લિંગના દર્શન કરવા છે? તો તક હાથમાંથી જાય તે પહેલા જાણો વિગતો

Jyotirling Darshan: શ્રદ્ધાળુઓને સાત જ્યોતિર્લિંગના દર્શન કરાવવા માટે આઈઆરસીટીસી ખાસ પેકેજ લઈને આવ્યું છે. આ ઓફર અંતર્ગત શ્રદ્ધાળુઓ ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેનના માધ્યમથી દેશના સાત જ્યોતિર્લિંગના દર્શન ખૂબ ઓછા ખર્ચે કરી શકે છે. 

શ્રાવણ મહિનામાં 917 રૂપિયામાં 7 જ્યોતિર્લિંગના દર્શન કરવા છે? તો તક હાથમાંથી જાય તે પહેલા જાણો વિગતો

Jyotirling Darshan: ભારતીય રેલવે પ્રવાસીઓને ધાર્મિક સ્થળોના દર્શન કરાવવા માટે અલગ અલગ ઓફર રજૂ કરે છે. તેવામાં હવે શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓને સાત જ્યોતિર્લિંગના દર્શન કરાવવા માટે આઈઆરસીટીસી ખાસ પેકેજ લઈને આવ્યું છે. આ ઓફર અંતર્ગત શ્રદ્ધાળુઓ ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેનના માધ્યમથી દેશના સાત જ્યોતિર્લિંગ ના દર્શન કરી શકે છે. 

આ પણ વાંચો:

આઈઆરસીટીસીની આ યાત્રા ઋષિકેશ રેલ્વે સ્ટેશનથી 27 જુલાઈએ શરૂ થશે. જેમાં તીર્થયાત્રીઓ ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, સોમનાથ, બેટ દ્વારકા, દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર, ત્રંબકેશ્વર અને ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે. આ યાત્રા નવ રાત અને દસ દિવસની હશે. આ ટુર પેકેજ 27 જુલાઈએ શરૂ થશે અને 5 ઓગસ્ટ સુધી ચાલશે. આ પેકેજમાં પ્રતિ વ્યક્તિ 18,925 રૂપિયા ખર્ચ થશે. જેને લોકો 917 રૂપિયાના ઈએમઆઈ સાથે પણ બુક કરાવી શકે છે. 

આ પેકેજનું નામ સાત જ્યોતિર્લિંગ યાત્રા રાખવામાં આવ્યું છે. આ ટુર પેકેજનું ભાડું ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યું છે દરેક કેટેગરી મુજબ પેકેજ અને ટેરીફ અલગ અલગ હશે. જેમકે સ્લીપર કોચમાં મુસાફરી કરો છો તો પ્રતિ વ્યક્તિ 18,925 નો ખર્ચ થશે. જો તમે થર્ડ ક્લાસ એસીમાં સફર કરો છો તો ભાડું 31,769 રૂપિયા થશે. જો તમે સેકન્ડ ક્લાસ એસીમાં મુસાફરી કરો છો તો ભાડું પ્રતિ વ્યક્તિ વ્યક્તિ 42,163 થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news