ચીન પર વધુ એક `ક્વોલિટી અટેક`, ઈમ્પોર્ટેડ LED સામાન પર ભારતનો જબરદસ્ત ઝટકો
ભારતે ચીનને વધુ એક પાઠ ભણાવવાની તૈયારી કરી લીધી છે. હવે દેશમાં ઈમ્પોર્ટ થનારા તમામ LED ઉત્પાદનોની તપાસ થશે.
નવી દિલ્હી: ભારતે ચીન (China) ને વધુ એક પાઠ ભણાવવાની તૈયારી કરી લીધી છે. હવે દેશમાં ઈમ્પોર્ટ થનારા તમામ LED ઉત્પાદનોની તપાસ થશે. ભારત સરકાર ચીનથી આવતા ઈમ્પોર્ટ પર લગામ લગાવવા માંગે છે. આ પગલું એ દિશામાં ઉઠાવવામાં આવેલું મોદી સરકારનું વધુ એક કડક પગલું છે.
રાષ્ટ્રીય સુરક્ષા સામે મોટું જોખમ! NIC પર Cyber Attack, અત્યંત સંવેદનશીલ માહિતી ગાયબ
વાણિજ્ય મંત્રાલય હેઠળ આવતા BISએ દેશના મોટા પોર્ટ જેમ કે કંડલા, પારાદીપ, કોચ્ચિ, મુંબઈ પર ઈમ્પોર્ટ થતી LED પ્રોડક્ટ્સની તપાસના આદેશ આપ્યા છે. આ માટે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે જે મુજબ....
ચીન પર વધુ એક ક્વોલિટી અટેક
1. ઈમ્પોર્ટ થતા કન્સાઈન્મેન્ટ કે માલમાંથી કોઈ પણ સેમ્પલને રેન્ડમ એટલે કે અનિયમિત રીતે પસંદ કરાશે.
2. આવા નમૂના તપાસ માટે BISની લેબ્સમાં મોકલવામાં આવશે. 7 દિવસમાં તપાસ પૂરી થશે.
3. એ વાતની તપાસ કરાશે કે આ LED પ્રોડક્ટ સુરક્ષાના માપદંડો પર ખરા ઉતરે છે કે નહીં.
4. માપદંડો પર ખરા ઉતરનારા નમૂનાના કન્સાઈન્મેન્ટ્સને જ કસ્ટમ તરફથી ક્લિયરન્સ મળશે
5. જો પસંદ કરાયેલા નમૂના માપદંડો પર ખરા નહીં ઉતરે તો તેમને પાછા મોકલી દેવાશે અથવા તો પછી નષ્ટ કરવામાં આવશે.
ડ્રગ્સ કેસ: ડ્રગ તસ્કર રાહિલ વિશ્રામની ધરપકડ, બોલિવુડની અનેક જાણીતી હસ્તીઓ સાથે છે ડાઈરેક્ટ લિંક
ભારતના આ પગલાથી ચીનની મુશ્કેલીઓ વધશે કારણ કે જો ચીનના ખરાબ ક્વોલિટીના LED કન્સાઈન્મેન્ટ્સને ભારતમાં એન્ટ્રી ન મળી તો તેને મોટો આર્થક ફટકો પડશે તે ચોક્કસ છે. કારણ કે ચીન માટે ભારત ઈલેક્ટ્રિોનિક સામાનોનું મોટું માર્કેટ છે. આ રીતે તેને સમજીએ.
ચીનની મુશ્કેલીઓ કેવી રીતે વધશે
1. નાણાકીય વર્ષ 2020માં ચીનથી 1900 કરોડ ડોલરથી વધુનો ઈલેક્ટ્રોનિક સામાન ઈમ્પોર્ટ થયો.
2. ચીનથી ઈમ્પોર્ટ થનારા સામાનમાં લેમ્પ અને લાઈટ ફિટિંગના સામાન સામેલ છે.
3. ઈમ્પોર્ટ થનારા લેમ્પ અને લાઈટિંગ સામાનની કુલ વેલ્યુ 43.6 કરોડ ડોલરની રહી.
4. વેલ્યૂ મુજબ ભારત દુનિયાનું બીજુ સૌથી મોટું LED માર્કેટ છે. ચીન માટે સૌથી મોટું બજાર.
Birthday Gift માં શું જોઈએ છે તે પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું, આ રહ્યું લિસ્ટ
ચીન પર ભારતની નિર્ભરતા ખતમ કરવા માટે પીએમ મોદીએ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોની શરૂઆત કરી છે. ચીનને સરહદે પાઠ ભણાવવાની સાથે સાથે તેની આર્થિક કમર તોડવાની પણ શરૂઆત થઈ ગઈ છે.
ચીન પર કમર્શિયલ સ્ટ્રાઈક
1. લોકલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે જુલાઈમાં ભારતે ચીનથી ઈમ્પોર્ટ થતા કલર ટેલિવિઝિન પર અંકૂશ લગાવ્યો હતો.
2. રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને જોતા સરકારી ખરીદમાં ચીની કંપનીઓના ભાગ લેવા પર રોક લગાવવામાં આવી.
3. એપ્રિલમાં ભારતે પોતાની FDI અંગે નિયમો બદલ્યા
4. જેની સાથે ભારતની સરહદો જોડાયેલી છે તે દેશોની કંપનીઓએ FDI રોકાણ પહેલા સરકારની મંજૂરી લેવી જરૂરી રહેશે.
5. ટિકટોક અને પબજી સહિત અનેક ચાઈનીઝ એપ પર ભારતે રોક લગાવી.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube