EPFO: 30 નવેમ્બર સુધી જમા કરાવી દો આ ડોક્યુમેન્ટ, નહીંતર બંધ થઇ જશે તમારું પેન્શન
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ તમને પેન્શન મળતું રહે છે. તેના માટે તમારે આ મહિનાના અંત સુધી તમારું લાઇફ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર ઇપીએફઓ પાસે જમા કરાવવું જરૂરી છે. પેન્શનધારકો જે બેંકની શાખામાંથી પેન્શન મળે છે.
નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ તમને પેન્શન મળતું રહે છે. તેના માટે તમારે આ મહિનાના અંત સુધી તમારું લાઇફ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર ઇપીએફઓ પાસે જમા કરાવવું જરૂરી છે. પેન્શનધારકો જે બેંકની શાખામાંથી પેન્શન મળે છે, તે શાખામાં પણ તમારું જન્મનું પ્રમાણપત્ર જમા કરાવી શકો છો. જો તમે આ પ્રમાણપત્ર જમા કરાવ્યું નથી તો આગામી વર્ષે જાન્યુઆરીમાં તમારું પેન્શન બંધ થઇ શકે છે. જોકે જ્યારે તમે જન્મનું પ્રમાણ જમા કરાવશો તો તમારું પેન્શન શરૂ થઇ જશે.
ટૂંક સમયમાં બંધ થઇ જશે આ બેંક, જલદી ઉપાડી લો તમારા પૈસા
દર વર્ષે નવેમ્બરમાં કરાવવાનું હોય છે જમા
પેન્શનના નિયમો હેઠળ કર્મચારી પેંશન સ્કીમ, 1995 હેઠળ પેંશન ધારકોએ દર વર્ષે નવેમ્બર મહિનામાં બેંક મેનેજર અથવા કોઇ ગેજેટેદ ઓફિસર દ્વારા પ્રમાણીત જીવન/નોન રિમેરેજ સર્ટિફિકેટ જમા કરાવવું જરૂરી હોય છે.
30 નવેમ્બર છે જમા કરાવવાની અંતિમ તારીખ
આ પ્રમાણપત્ર બનાવ્વા અને તેને જમા કરાવવાની પ્રક્રિયા એક નવેમ્બરથી શરૂ થઇ જાય છે. તેને જમા કરાવવાની અંતિમ તારીખ 30 નવેમ્બર હોય છે.
ખુશખબરી: દેશમાં બધાને એક જ દિવસે મળશે સેલરી, મોદી સરકાર કરી રહી છે તૈયારી
ડિજિટલી પણ નિકાળી શકો છો સર્ટિફિકેટ
સરકારી પેંશનધારકોની માફક ઇપીએફઓ પેંશનધારક પણ ડિજિટલી લાઇફ સર્ટિફિકેત કાઢી શકે છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ માટે બાયોમેટ્રિક વેરિફિકેશન દરમિયાન તમારો પોતાનો આધાર નંબર, પેંશ પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર, બેંક એકાઉન્ટ ડીટેલ તથા મોબાઇલ નંબર આપવો જરૂરી હોય છે.
ઇપીએફઓ, બેંકની શાખામાં જમા કરાવી શકો છો સર્ટિફિકેટ
પેંશનધારક ઇપીએફઓ ઓફિસની કોઇપણ શાખા અથવા જ્યાંથી પેંશન મળે છે તે બેંકની શાખા, કોમન સર્વિસ સેન્ટર અથવા ઉમંગ એપ દ્વારા તમારું લાઇફ સર્ટિફિકેટ જમા કરી શકો છો. જીવન પ્રમાણપત્ર જમા કરાવ્યા બાદ તમને કોઇપણ ડોક્યુમેન્ટ ઇપીએફઓ ઓફિસ મોકલવાની જરૂર નથી.
Exlcusive: 1 જાન્યુઆરી 2020થી બદલાઇ જશે EPF નો આ નિયમ, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
ઘરેબેઠા પણ મેળવી શકો છો સર્ટિફિકેટ
દેશભરમાં હાલ સિટિજન સર્વિસ સેન્ટર્સ, પેંશન ડિસ્બર્સિંગ એજન્સીઝ (PDA) જેમ કે પોસ્ટ ઓફિસ, બેંકમાંથી પેંશનધારક ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકે છે. આ સર્ટિફિકેટ લેપટોપ અથવા મોબાઇલ પર જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા પણ ઘરેબેઠા પ્રાપ્ત કરી શકો છો.
બાયોમેટ્રિક ડિવાઇસની પડશે જરૂર
જો તમે આ સર્ટિફિકેટ ઘરેબેઠા પ્રાપ્ત કરવા માંગો છો તો તેના માટે તમારી પાસે બાયોમેટ્રિક ડિવાઇસની જરૂર નહી પડે, જેથી તમે આઇરિસ અથવા ફિંગરપ્રિંટ ડેટા કેપ્ચર કરી શકો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube