ટૂંક સમયમાં બંધ થઇ જશે આ બેંક, જલદી ઉપાડી લો તમારા પૈસા

ફેબ્રુઆરી 2018માં બિઝનેસ શરૂ કરનાર આદિત્ય બિરલા આઇડિયા પેમેંટ્સ લિમિટેડ (ABIPBL) બેંક પોતાનો બિઝનેસ સમેટવા જઇ રહી છે. ભારતીય રિઝર્વ બેંકના અનુસાર કંપનીએ સ્વેચ્છાએ પોતાનો બિઝનેસ સમેટવાની અરજી કર્યા બાદતેના લિક્વિડેશન એટલે કે બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

ટૂંક સમયમાં બંધ થઇ જશે આ બેંક, જલદી ઉપાડી લો તમારા પૈસા

નવી દિલ્હી: ફેબ્રુઆરી 2018માં બિઝનેસ શરૂ કરનાર આદિત્ય બિરલા આઇડિયા પેમેંટ્સ લિમિટેડ (ABIPBL) બેંક પોતાનો બિઝનેસ સમેટવા જઇ રહી છે. ભારતીય રિઝર્વ બેંકના અનુસાર કંપનીએ સ્વેચ્છાએ પોતાનો બિઝનેસ સમેટવાની અરજી કર્યા બાદતેના લિક્વિડેશન એટલે કે બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

રિઝર્વ બેંકે એક નોટિફિકેશ જાહેર કરતાં કહ્યું કે 'આદિત્ય બિરલા આઇડિયા પેમેંટ્સ લિમિટેડ (ABIPBL) બેંકને સ્વેચ્છાએ લિક્વિડેટ કરવાની અરજી પર મુંબઇ હાઇકોર્ટે 18 સપ્ટેમ્બર 2019ના રોજ આદેશ આપ્યો છે. આરબીઆઇના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઇ હાઇકોર્ટે ડેલોઇટ તાઉચે તોમસ્તુ ઇન્ડીયા (એલએલપી)ના વરિષ્ઠ નિર્દેશક વિજયકુમાર વી અય્યરને તેના માટે લિક્વિડેટર નિયુક્ત કર્યા છે.

અહીં તમને જણાવી દઇએ કે જુલાઇની શરૂઆતમાં આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બેંકે પોતાનો બિઝનેસ સમેટવાની જાહેરાત કરી હતી. કંપનીએ તેની પાછળ મુખ્ય કારણ 'અનપેક્ષિત ઘટનાઓ'ના લીધે બિઝનેસ અવ્યવહારિક થયો હોવાનું જણાવ્યું છે. 

ત્યારબાદ ABIPBLએ ઓફિશિયલ વેબસાઇટ www.adityabirla.bank પર મેસેજ દ્વારા પોતાના બિઝનેસને સમેટવાની જાણકારી આપી હતી. આ મેસેજમાં બેંકે ગ્રાહકો માટે લખ્યું છે- અમે તમને સચેત કરવા માંગીએ છીએ કે બેંકે તમારી જમા રાશિની વાપસી પુરી વ્યવસ્થા કરી છે. વેબસાઇટ પર ઉપલબ્ધ મેસેજમાં આગળ કહ્યું કે અમે તમને ઓનલાઇન/મોબાઇલ બેકિંગ/ નજીકના બેકિંગ પોઇન્ટના માધ્યમથી પેમેન્ટબેંકમાં જમા પૈસાને ટ્રાંસફર કરવાનો અનુરોધ કરે છે. 

આ સાથે જ બેંકે હેલ્પલાઇન નંબર 18002092265 આપ્યો છે. આ ઉપરાંત vcare4u@adityabirla.bank પર ઇમેલ કરી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. જોકે આ પહેલીવાર નથી કે જ્યારે કોઇ કંપની પોતાના પેમેન્ટ બેંકને સમેટી રહી હોય. 

આ પહેલાં ટેક મહિંદ્વા, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સ કંપની, આઇડીએફસી બેંક અને ટેલીનોર ફાઇનેશિયલ સર્વિસિઝે પણ પેમેન્ટ બેંક સર્વિસ બંધ કરી દીધી છે. ભારતીય રિઝર્વ બેંકે આ બધી કંપનીઓને પેમેન્ટ બેંક સર્વિસ માટે 2015માં લાઇસન્સ ઇશ્યૂ કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news