નવી દિલ્હીઃ જો તમારું SBIમાં એકાઉન્ટ હોય તો તમે ઘરે બેઠા માત્ર ફોન કરીને 20000 રૂપિયા મંગાવી શકો છો. આ SBI ના ડોરસ્ટેપ બેેંકિંગના માધ્યમથી થઈ શકે છે. જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ. દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય રિઝર્વ બેંક (State Bank Of India) પર વધુ લોકોનો વિશ્વાસ છે. જો તમારું પણ SBI માં એકાઉન્ટ હોય તો આ ખબર તમારા માટે છે. હવે તમારે રોકડા ઉપાડવા અને જમા કરવા માટે બેંક અથવા ATMમાં જવાની જરૂર નથી. તમે બસ માત્ર એક કોલ કરીને ઘરે જ રોકડ રકમ મંગાવી શકો છો. SBIની આ સર્વિસનું નામ છે. Doorstep Banking (DSB) Services. આ સર્વિસ અંતર્ગત ગ્રાહક 20000 રૂપિયા સુધી ટ્રાન્ઝેક્શન કરી શકો છો. ડોરસ્ટેપ બેન્કિંગ સુવિદ્યાની અમુક શરતો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરે બેઠા મંગાવી શકો છો 20 હજાર રૂપિયા:
SBI ની વેબસાઈટ અનુસાર ડોર સ્ટેપ સુવિદ્યા માટે રજિસ્ટ્રેશન હોમ બ્રાંચમાં જરૂરી છે. રોકડ ઉપાડવા અને રોકડ જમા કરવાની મર્યાદા 20,000 રૂપિયા છે. એટલે કે ડોર સ્ટેપ સુવિદ્યા અંતર્ગત તમે ઘરે બેઠા એક દિવસમાં 20 હજાર રૂપિયા મંગાવી શકો છો. આ સિવાય ડોર સ્ટેપ બેંકિંગમાં ચેકબુક, લાઈફ સર્ટિફિકેટ, ડિમાન્ડ ડ્રાફ્ટ મંગાવી અથવા જમા કરી શકો છો.

ડોર સ્ટેપ બેંકિંગ માટે સર્વિસ ચાર્જ:
SBI ની નવી ડોરસ્ટેપ બેન્કિંગ સેવા સંયુક્ત , વ્યક્તિગત અને સામાન્ય ખાતાધારકોને નહીં મળે. જો ગ્રાહકનું ઘર બેંક શાખાની આસપાસના 5 કિલોમીટરના વિસ્તારમાં આવતું હોય તો તમને આ સુવિદ્યા નહીં મળે. ડોરસ્ટેપ બેંકિંગમાં ફાઈનેન્શિયલ અને નોન ફાઈનેન્શિયલ સર્વિસ માટે 75 રૂપિયા + GST ચાર્જ લાગશે.

આવી રીતે મંગાવો રૂપિયા:
ડોરસ્ટેપ બેન્કિંગ સેવાનું રજીસ્ટ્રેશન મોબાઈલ એપ્લિકેશન, વેબસાઈટ અથવા કોલ સેન્ટરના માધ્યમથી કરવામાં આવે છે. રજિસ્ટ્રેશન ટોલ ફ્રી નંબર 1800111103 પર કોલ કરીને પણ કરી શકાય છે. વધુ જાણકારી માટે ગ્રાહક https://bank.sbi/dsb પર ક્લિક કરી શકો છો.

DSB એપમાં આવી રીતે કરો રજીસ્ટ્રેશન

ડોરસ્ટેપ બેન્કિંગ એપને ડાઉનલોડ કરો.

આમાં મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરો.

આ સિસ્ટમથી OTP જનરેટ થશે અને તમારા મોબાઈલ ફોનમાં મોકલવામાં આવશે.

આ OTPને DSB એપમાં નોંધણી કરો.

કન્ફર્મેશન માટે તમારું નામ અને ઈમેલ, પાસવર્ડ (પિન) નોંધણી કરો અને તેની શરતોનો સ્વીકાર કરો.

રજિસ્ટ્રેશન દરમિયાન DSB એપ તમને વેલકમ SMS મોકલશે.

પિન સાથે વધારાની માહિતી માટે પ્રવેશ કરો.

આમાં એડ્રેસની નોંધણી કરવાની સાથે એડ્રેસ જોડવાનો પણ ઓપ્શન છે.

તમે એકથી વધુ સરનામા જોડી શકો છો અને DSB App માં સ્ટોર કરી શકો છો. 

એસ.જી.હાઈવે પર અંધારુ થતાં જ રોજ ઝાડીઓમાંથી કોણ પૂછે છે.. આને કા હૈ ક્યાં..? સાંજ પડતા જ ગોતામાં થાય છે શેની ગોતમ ગોત?


રૂપાલમાં પલ્લી નીકળે ત્યારે ગામ આખામાં કેમ વહે છે ઘી ની નદીઓ? જાણો રસ્તા પર વહેતા ઘી નું પછી શું થાય છે


Virat Kohli ના માનીતા અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીએ Topless થઈ Video શેર કર્યો! પત્નીની હરકતથી ખેલાડીને લાગ્યો આઘાત


લગ્ન પહેલાં જ બાપ બની ગયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર! કરિયર બુલંદી પર હતું અને અચાનક આ શું થયું!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube