લગ્ન પહેલાં જ બાપ બની ગયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર! કરિયર બુલંદી પર હતું અને અચાનક આ શું થયું!

અહીં એવા ક્રિકેટરોની વાત જે લગ્ન પહેલા રિલેશનશીપમાં આવ્યા અને ત્યારબાદ તેઓ બાપ બની ગયા. આ યાદીમાં ભારતીય ક્રિકેટર પણ સામેલ છે. વર્લ્ડ ક્રિકેટમાં એવા ક્રિકેટરો પણ છે જેમણે લગ્ન કર્યા વિના જ પિતા બનવાનું સુખ પ્રાપ્ત કર્યું  છે. આ ક્રિકેટરોએ લગ્ન પહેલા પોતાની ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યા અને તેઓ રિલેશનશીપ દરમિયાન પિતા બની ગયા. આ ક્રિકેટરોની લિસ્ટમાં ભારતીય ક્રિકેટર પણ સામેલ છે.

Updated By: Oct 17, 2021, 02:42 PM IST
લગ્ન પહેલાં જ બાપ બની ગયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર! કરિયર બુલંદી પર હતું અને અચાનક આ શું થયું!

નવી દિલ્હીઃ અહીં એવા ક્રિકેટરોની વાત જે લગ્ન પહેલા રિલેશનશીપમાં આવ્યા અને ત્યારબાદ તેઓ બાપ બની ગયા. આ યાદીમાં ભારતીય ક્રિકેટર પણ સામેલ છે. વર્લ્ડ ક્રિકેટમાં એવા ક્રિકેટરો પણ છે જેમણે લગ્ન કર્યા વિના જ પિતા બનવાનું સુખ પ્રાપ્ત કર્યું  છે. આ ક્રિકેટરોએ લગ્ન પહેલા પોતાની ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યા અને તેઓ રિલેશનશીપ દરમિયાન પિતા બની ગયા. આ ક્રિકેટરોની લિસ્ટમાં ભારતીય ક્રિકેટર પણ સામેલ છે.

1. વિવિયન રિચર્ડ્સ:
વર્ષ 1980માં ભારતમાં રમવા આવેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમના વિવિયન રિચર્ડ્સ સાથે તે સમયની જાણિતી અભિનેત્રી નીના ગુપ્તા સાથે મુલાકાત કરી. બંને વચ્ચે લાંબો સમય અફેયર ચાલ્યું અને બંને રિલેશનશીપમાં રહ્યા. વર્ષ 1989માં નીના ગુપ્તાએ દીકરીને જન્મ આપ્યો જેનું નામ મસાબા છે. ત્યારબાદ વિવિયન રિચર્ડસના લગ્ન મરિયમ સાથે થયા. આ બંનેના પણ બે સંતાન છે.

​2.ઈમરાન ખાન (IMRAN KHAN):
પાકિસ્તાનના હાલના પ્રધાનમંત્રી અને પૂર્વ ક્રિકેટર  ઈમરાન ખાન પણ લગ્ન વિના જ પિતા બની ચૂક્યા છે. ઈમરાન ખાનના સંબંધ સીતા વ્હાઈટ જોડે હતા. સીતા-ઈમરાન વચ્ચે સંબંધની શરૂઆત 1987-88માં શરૂ થયા હતા અને બંને વર્ષ 1991માં નજીક આવ્યા. બંનેએ વર્ષ 1992માં એક બાળકને જન્મ આપ્યો. શરૂઆતમાં ઈમરાને આ બાળક પોતાનો હોવાનો ઈન્કાર કર્યો હતો. DNA તપાસ બાદ બહાર આવ્યું કે આ બાળક ઈમરાન ખાનનું જ છે.

3. ક્રિસ ગેઈલ:
ક્રિકેટ જગતના જબરદસ્ત બેટ્સમેન ક્રિસ ગેઈલનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. ક્રિસ ગેઈલ પણ લગ્ન વિના બાપ બનનાર લોકોના નામની લિસ્ટમાં સામેલ છે. વર્ષ 2017માં જ્યારે IPL ચાલી રહી હતી ત્યારે તેની ગર્લફ્રેન્ડ નતાશા બેરિઝે દીકરીને જન્મ આપ્યો. આમ તો ક્રિસ ગેઈલનું નામ અનેકવાર વિવાદમાં રહ્યુ છે ત્યારે ક્રિસ ગેઈલે આ કારનામું પણ કર્યું છે.

4. જો રુટ (JOIE ROOT):
ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટ આ લિસ્ટમાં સામેલ છે. જણાવી દઈએ કે જો રુટ લગ્ન કર્યા વિના પિતા બનનાર ક્રિકેટર છે. વર્ષ 2014માં જો રુટ કેરી કોરટેલને ડેટ કરી રહ્યા હતા. T-20 વર્લ્ડ કપ પહેલા માર્ચ-2016માં બંનેએ સગાઈ કરી દીધી હતી. લગ્ન પહેલા જ જો રુટ પિતા બની ગયા. 7 જાન્યુઆરી 2017માં જો રુટના પુત્ર આલફ્રેડને જન્મ આપ્યો. ત્યારબાદ બંને કપલે લગ્ન કરી દીધા.

5. ડેવિડ વોર્નર (DAVID WARNER):
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર(DAVID WARNER) પણ લગ્ન વિના પિતા બની ચૂક્યા છે. વર્ષ 2014માં
ડેવિડ વોર્નર(DAVID WARNER)ની ગર્લફ્રેન્ડ કેન્ડિસે પોતાની પહેલી પુત્રીને જન્મ આપ્યો હતો. વર્ષ 2015માં ડેવિડ
વોર્નરે(DAVID WARNER) કેન્ડિસ જોડે લગ્ન કર્યા હતા. વોર્નરની ત્રણ દીકરીઓ ઈવી,ઈંડી અને ઈસલા છે.

6. હાર્દિક પંડ્યા (HARDIK PANDYA):
હાર્દિક પંડ્યા (Hardik Pandya) પહેલા એવા ભારતીય ક્રિકેટર છે જે લગ્ન પહેલા બાપ બની ગયો હોય. હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરી 2020ના દિવસે એકટ્રેસ કમ મોડલ નતાશા સ્ટેનકોવિક(Natasa Stankovic) સાથે દૂબઈમાં સગાઈ કરી હતી. 30 જુલાઈ 2020એ હાર્દિક પંડ્યાએ ખુલાસો કર્યો કે તેની ગર્લફ્રેન્ડ પ્રેગનન્ટ છે અને તેઓ બાપ બનવાના છે. હાર્દિક પંડ્યાએ પોતાના પુત્રનું નામ 'અગસ્ત્ય' (Agastya) રાખ્યું છે..