EXCLUSIVE : આ વખતે શનિવારે રજૂ થશે સામાન્ય બજેટ 2020, BSE માં પણ થશે કારોબાર
Union Budget 2020-21: સરકારનું બીજું સામાન્ય બજેટ (Union Budget 2020-21) 1 ફેબ્રુઆરી (શનિવારે) રજૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે પણ 31 જાન્યુઆરી ઇકોનોમી સર્વે (Economic Survey) જાહેર થશે. આ પહેલાં 2015-16માં શનિવારે બજેટ આવ્યું હતું. આ સમાચાર વચ્ચે ઝી બિઝનેસને એક્સક્લૂસિવ જાણકારી મળી છે કે શનિવારે શેર બજાર ખુલ્લુ રહેશે.
નવી દિલ્હી: Union Budget 2020-21: સરકારનું બીજું સામાન્ય બજેટ (Union Budget 2020-21) 1 ફેબ્રુઆરી (શનિવારે) રજૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે પણ 31 જાન્યુઆરી ઇકોનોમી સર્વે (Economic Survey) જાહેર થશે. આ પહેલાં 2015-16માં શનિવારે બજેટ આવ્યું હતું. આ સમાચાર વચ્ચે ઝી બિઝનેસને એક્સક્લૂસિવ જાણકારી મળી છે કે શનિવારે શેર બજાર ખુલ્લુ રહેશે.
સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે આ વખતે 1 ફેબ્રુઆરીના રોજ શનિવાર છે તો પછી સરકાર બીજા દિવસે બજેટ રજૂ કરવાનો વિચાર કરશે. પ્રહ્લાદ જોશીએ કહ્યું કે પરંપરા ચાલુ રહેશે. મોદી સરકારે જ સત્તામાં આવ્યા બાદ નિર્ણય કર્યો હતો કે સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે. આ પહેલાં યૂપીએના શાસનકાળમાં ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં બજેટ આવે છે.
પહેલાં રેલ બજેટ આવે છે અને ત્યારબાદ સામાન્ય બજેટ રજૂ થાય છે. પરંતુ મોદી સરકારે તેમાં પણ ફેરફાર કરી દીધો. રેલ બજેટનું વિલય સામાન્ય બજેટમાં કરી દીધું. નાણામંત્રી નિર્મલા સિતારમણનું આ બીજું બજેટ હશે.
નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ આગામી બજેટ (Union Budget 2020-21)માં અને વધુ સારા ઉપાય માટે સામાન્ય જનતા પાસે સલાહ અને વિચાર માંગ્યા છે. આ સલાહ આમ જનતા પાસેથી કેન્દ્ર સરકારની વેબસાઇટ mygov.in દ્વારા મંગાવવામાં આવ્યા છે. સરકાર દ્વારા એ પ્રયત્ન છે કે બજેટને તેના દ્વારા પોર્ટિસિપેટિવ અને ઇન્ક્લૂસિવ એટલે કે સહભાગી અને સમાવેશી બનાવવાનો છે. નિર્મલા સીતારમણે આ અંગે ટ્વિટ કર્યું છે. તેમાં તેમણે આમ જનતા પાસે બજેટને લઇને આઇડિયા અને સલાહ આપવાની અપીલ કરી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube