નવી દિલ્હી: તમે ઇચ્છો તો દેશના વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને મળેલી કોઇ ગિફ્ટ તમારા ઘરની શોભા વધારે, તો આમ તમે ફક્ત થોડા રૂપિયામાં કરી શકો છો. તેના માતે તમારે ઓનલાઇન બોલી લગાવવી પડશે અને આ બોલી 200 રૂપિયાથી શરૂ થાય છે. જોકે, અંતે તમને આ ગિફ્ટ કેટલા રૂપિયામાં પડશે, આ અંતિમ બોલીના આધારે નક્કી કરવામાં આવશે. હરાજીથી મળેલી રકમનો ઉપયોગ સરકારની મહત્વકાંક્ષી 'નમામિ ગંગે' પ્રોજેક્ટમાં કરવામાં આવશે. આમ તો તમે ઇચ્છો તો રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય પહોંચીને પણ લગાવી શકો છો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી કંપનીઓમાં આ તારીખથી લાગૂ થશે ગરીબો માટે 10 ટકા અનામત


કઇ છે ગિફ્ટ્સ?
વેબસાઇટ પર પીતળ, ચીની માટી, કપડાં, કાચ, સોનું, ધાતુની સામગ્રી વગેરે આધારે ભેટની શ્રેણી બનાવવામાં આવી છે. દરેક સામગ્રીનો આકાર અને વિવરણ પણ છે. વડાપ્રધાનમંત્રીને કોણે તે ભેટ આપી, તે વિશે પણ જણાવવામાં આવ્યું છે. સાથે જ શાલ, પાઘડી, મૂર્તિ, તલવાર, જેકેટ અને પેટિંગ્સ પણ છે, જેને તમે ખરીદી શકો છો.

નવા અવતારમાં આવશે મારૂતિ ALTO 800, પહેલી નજરમાં મન મોહી લેશે તેનો લુક


કેવી રીતે લેશો બોલીમાં ભાગ?
તેના માટે સરકાર દ્વારા https://pmmementos.gov.in/pmmementos/#/ નામની વેબસાઇટ બનાવવામાં આવી છે. અહીં જશો તો તમને બધી ગિફ્ટ્સ જોવા મળશે, જેની બોલી તમે લગાવી શકો છો. દરેક ગિફ્ટસની નીચે બેસ પ્રાઇસ અને તેની બોલી પુરી થવામાં કેટલો સમય બાકી છે, તે પણ લખવામાં આવ્યું છે. જે ગિફ્ટ્સને હજારી માટે રાખવામાં આવી છે તેની કિંમત 200 રૂપિયાથી માંડીને 62,000 રૂપિયા વચ્ચે છે.