સરકારી કંપનીઓમાં આ તારીખથી લાગૂ થશે ગરીબો માટે 10 ટકા અનામત

સરકારી કંપનીઓમાં આ તારીખથી લાગૂ થશે ગરીબો માટે 10 ટકા અનામત

કેંદ્રીય સાર્વજનિક કંપનીઓ (સીપીએસઈ) પોતાના ત્યાં બધી સીધી ભરતીઓમાં સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગના લોકો (ઈબ્લ્યૂએસ) માટે 10 ટકા અનામત કોટાને 1 ફેબ્રુઆરીથી લાગૂ કરશે. દેશમાં કુલ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ (સીપીએસઈ) છે, જેમાં 31 માર્ચ 2018 સુધી કુલ 13.73 લાખ કરોડ રૂપિયાનું રોકાણ છે. આ કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યા 2016-17માં 11.55 લાખથી 2017-18માં 10.88 લાખ હતી. તેમાં સંવિદા અને દૈનિક ભથ્થા પર કામ કરનારો સામેલ નથી. સાર્વજનિક કંપનીઓમાં સામાન્ય વર્ગના ગરીબ લોકો (ઈડબ્લ્યૂએસ) માટે અનામત લાગૂ કરવાનો આદેશ જાહેર સાહસ વિભાગે જાહેર કર્યો છે.

સીધી ભરતીમાં લાગૂ થશે
વિભાગે કહ્યું કે ''બધા મંત્રાલયો તથા વિભાગોને અનુરોધ છે કે તે પોતાના આધિન આવનારી બધી સીપીએસઈ પાસે તે સુનિશ્વિત કરવા માટે કહે કે આર્થિક રીતે ગરીબ લોકોને 10 ટકા અનામત આપવામાં આવે અને આ 1 ફેબ્રુઆરી 2019 અથવા ત્યારબાદ સૂચિત કરવામાં આવનાર સીધી ભરતીઓમાં લાગૂ થશે.'' વિભાગે સાર્વજનિક કંપનીઓને 15 ફેબ્રુઆરીથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા અને અનારક્ષિત શ્રેણીમાં તેમના દ્વારા કરવામાં આવનાર ભરતી વિશે પખવાડીયા (દર 15 દિવસમાં) રિપોર્ટ આપવા માટે કહ્યું છે. 

વાર્ષિક આવકની મર્યાદા
આ પહેલાં, કર્મચારીઓ અને તાલીમ વિભાગે પણ બધા મંત્રાલયો અને વિભાગોને આ સંબંધમાં વિસ્તૃત દિશા-નિર્દેશ જાહેર કરવા માટે કહ્યું હતું કે જેથી સીધી ભરતીમાં ''નિષ્ફળતા વિના'ના ઈડબ્લ્યૂએસ શ્રેણી માટે અનામતને લાગૂ કરવામાં આવે. અનુસૂચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અનામતની હાલની યોજનાના દાયરામાં નહી આવનાર એવા લોકો જેની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી છે. તેમની ઓળખ ઈડબલ્યૂએસ શ્રેણી તરીકે તૈયાર કરવામાં આવી છે અને તેને આ અનામતનો લાભ મળશે. 

આ છે દાયરાથી બહાર
પાંચ એકર અથવા તેનાથી વધુ કૃષિ જમીનવાળા પરિવારો, એક હજાર વર્ગ ફૂટ અથવા તેનાથી વધુ આવાસીય ફ્લેટ, સૂચિત મ્યુનિસિપલ વિસ્તારમાં 100 ચોરસ યાર્ડ અથવા તેનાથી વધુની રહેણાંક જમીન અને નગર નિગમોની અધિસૂચિત વિસ્તારોથી બહારના ક્ષેત્રોમાં 200 ચોરસ યાર્ડ અથવા તેનાથી વધુ આવાસીય ભૂમિના માલિકોને પણ આ અનામતના દાયરાથી બહાર રાખવામાં આવ્યા છે. તાજેતરમાં જ માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે તેમના વિભાગના બધી શિક્ષણ સંસ્થાઓ અને કેંદ્વીય યુનિવર્સિટીઓને આગામી એકેડમી વર્ષથી અનામત લાગૂ કરવા માટે કહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news