Gold Price: આખરે ક્યાં જઇને અટકશે સોનું? બાપરે... 2024 માં અત્યાર સુધીમાં 7700 રૂપિયા વધ્યા
Gold Price Today Update: મલ્ટી કોમિડિટી એક્સચેંજ પર આજે ગોલ્ડનો ભાવ (mcx gold price) 71100 રૂપિયાને પાર નિકળી ગયો છે. આ ઉપરાંત ચાંદીનો ભાવ પણ 82100 રૂપિયાના લેવલને પાર કરી ગયો છે.
Gold-Silver Price Today, April 9: સોનાના ભાવ (gold price) સતત રેકોર્ડ તોડી રહ્યા છે. આજે ફરી ગોલ્ડ બજારમાં નવી લાઇફટાઇમ હાઇ બનાવી છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર આજે ગોલ્ડનો ભાવ (mcx gold price) 71100 રૂપિયાને પાર નિકળી ગયો છે. આ ઉપરાંત ચાંદીનો ભાવ પણ 82100 રૂપિયાના લેવલને પાર કરી ગયો છે. સોના અને ચાંદીના (gold-silver) ભાવમાં સતત વધારાને કારણે રોકાણકારોને દરરોજ મોટો ફાયદો મળી રહ્યો છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામ 7700 રૂપિયાથી વધુનો વધારો થયો છે.
હવે બેંક ખાતામાંથી પૈસા નિકાળી શકશે નહી ગ્રાહકો, RBI એ આજથી લગાવ્યો પ્રતિબંધ
Silver Price: રૂપું રડાવશે, 1 લાખ રૂપિયાના આંકડાને શકી શકે છે પાર, મધ્યમ વર્ગનો મરો
આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 0.38 ટકાના વધારા સાથે 71184 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. આ સિવાય ચાંદીની કિંમત પણ 0.33 ટકાના વધારા સાથે 82145 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર છે.
નવરાત્રિના ઉપવાસના ફાયદા જોઇએ છે તો કરશો નહી આ ભૂલ, હેલ્થ પર પડશે આડ અસર
30વર્ષ બાદ 5 દુર્લભ યોગમાં ચૈત્ર નવરાત્રિની શરૂઆત,જાણો માં દુર્ગા કોનો કરશે બેડો પાર
વૈશ્વિક બજારમાં પણ છે તેજી
વૈશ્વિક બજારમાં આવેલી તેજીની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. અમેરિકી સોનાનો ભાવ આજે 0.23 ટકાના વધારા સાથે $2,342.80 પ્રતિ ઔંસના સ્તરે છે. સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
વધુ ખરીદવામાં આવ્યું?
મીડિયા રિપોર્ટમાં કેડિયા કોમોડિટિઝના પ્રેસિડેન્ટ અજય કેડિયાએ જણાવ્યું છે કે ફેબ્રુઆરીમાં દુનિયાભરના દેશોની કેન્દ્રીય બેંકના સોનાના ભંડારમાં 19 ટનનો વધારો જોવા મળ્યો. જે સતત નવમાં મહિને વધારો છે. એ રીતે જોઈએ ટેક્નિકલી તો સોનું જરૂર કરતા વધુ ખરીદવામાં આવ્યું હોય તેવું લાગે છે. જો કે સોનામાં લાંબા ગાળાની તેજીથી ઈન્કાર કરી શકાય નહીં. પરંતુ ટેક્નિકલ ઘટાડાની આશા છે.
કંન્ફ્યૂઝ છો...Split AC કે પછી Window AC કયું બેસ્ટ? આ રહ્યો તમામ પ્રશ્નનો જવાબ
Weight Loss Drinks: દરરોજ પીવો આ ફેટ કટર ડ્રિંક્સ, જોતજોતાં ઓગળી જશે ચરબી
કેન્દ્રીય બેંકોએ ખુબ ખરીદ્યું સોનું
જો કે ફેબ્રુઆરીની ખરીદી જાન્યુઆરીની કુલ 45 ટનથી 58 ટકા ઓછી હતી. વર્ષ દર વર્ષેના આધાર પર, કેન્દ્રીય બેંકોએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં 64 ટન જોડ્યું. જે 2022માં ચાર ગણો વધારો છે. પીપલ્સ બેંક ઓફ ચાઈના સૌથી મોટી ખરીદાર હતી. જેણે પોતાના સોનાના ભંડારને વધારીને 2257 ટન કરી દીધો. ભંડાર સતત 16 મહિના સુધી વધ્યો છે. નેશનલ બેંક ઓફ કઝાકિસ્તાને ફેબ્રુઆરીમાં પોાતના સોનાના ભંડારમાં 6 ટકાનો વધારો કર્યો. જેનાથી કુલ હોલ્ડિંગ્સ વધીને 306 ટનથી વધુ થઈ ગયો. ફેબ્રુઆરીમાં ભારતીય રિઝર્વ બેંકના સોનાના ભંડારમાં 6 ટકાનો વધારો થયો. જેનાથી તેની વાર્ષિક ખરીદી 13 ટનથી વધુ થઈ, અને કુલ સોનાનું હોલ્ડિંગ 817 ટન થઈ ગયું.
રૂપિયા બગાડ્યા વિના ઘરે જ AC ને કરો ક્લીન, આ ટિપ્સથી નવું નોકાર થઇ જશે તમારું એસી
ભવિષ્યવાણી!!! આ વર્ષે PM મોદીના મિત્રની થઇ શકે છે હત્યા? દુનિયામાં આર્થિક સંકટ!
6 મહિનામાં 23 ટકા જેટલો વધ્યો ભાવ
એમસીએક્સ ગોલ્ડ છેલ્લા 6 મહિનામાં લગભગ 23 ટકા જેટલો વધ્યો છે. જે સુધારના સંભવિત જોખમનો સંકેત આપે છે. છ મહિનામાં સોનું લગભગ 500 ડોલર પ્રતિ ઔંસ વધી ગયું છે. જેનાથી કોમેક્સમાં તેજી વધી છે. કેડિયાએ જણાવ્યું કે સોનામાં આવેલી તેજીથી અનેક લોકો પાસે હાલ મોંઘી સંપત્તિ ખરીદવાનું મોંઘુ થઈ શકે છે. જ્યારે સોનાનું સમર્થન આપવા માટે વ્યાજ દરનો અભાવ છે. સોનાના ભાવ વધવાનું એક કારણ એ પણ છે કે અમેરિકી ડોલરની વધતી કિંમત એક વધુ ફાયદાકારક સુરક્ષિત ઠેકાણું બન્યું છે.
વર્ષ 2024માં જબરદસ્ત ઉછાળો
સોના-ચાંદીના ભાવમાં વધારા માટે આર્થિક કારણોની સાથે સાથે વિશ્વમાં ચાલી રહેલા ઘણા યુદ્ધને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. આ જ કારણ છે કે સોના-ચાંદીની ખરીદીમાં ઝડપથી વધારો થયો છે. વર્ષ 2023માં સોનાના ભાવમાં લગભગ 13 ટકાનો વધારો થયો હતો. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ લગભગ 7.19 ટકાનો વધારો થયો છે. 2024ના ડેટા પર નજર કરીએ તો આ વર્ષે 8 એપ્રિલ સુધી ચાંદીમાં લગભગ 11 ટકા અને સોનું લગભગ 15 ટકાનો વધારો થયો છે.
UPI દ્વારા ATM વડે એકાઉન્ટમાં જમા કરાવી શકશો પૈસા, શું છે RBI ની નવી સ્કીમ
અનિલ અંબાણીના મોટા પુત્રએ બનાવી 2000 Cr ની કંપની, નાનાવાળાના શોખ ઉડાવી દેશે હોશ
Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો