Chaitra Navratri 2024: નવરાત્રિના ઉપવાસના ફાયદા જોઇએ છે તો કરશો નહી આ ભૂલ, હેલ્થ પર પડશે આડ અસર

Benefits of Navratri Fasting: નવરાત્રિ ફક્ત દેવી દુર્ગાની ઉપાસના જ નહી પરંતુ પોતાના શરીરને અંદરથી શુદ્ધ કરવાનો અવસર હોય છે. આ નવ દિવસમાં તમે તમારી બોડીને ડિટોક્સ કરીને સિઝન માટે તૈયાર કરી શકો છો. પરંતુ તેના માટે જરૂરી છે કે તમે તે ભૂલોને ટાળો જે સામાન્ય રીતે લોકો ઉપવાસમાં કરે છે. 

Chaitra Navratri 2024: નવરાત્રિના ઉપવાસના ફાયદા જોઇએ છે તો કરશો નહી આ ભૂલ, હેલ્થ પર પડશે આડ અસર

Navratri fasting Tips: 09 અપ્રિલથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઇ રહી છે. આ દરમિયાન માં દુર્ગા દેવીના નવ રૂપોની ઉપાસના કરવામાં આવે છે. ઘણા બધા લોકો દેવીના આર્શિવાદ મેળવવા માટે ઉપવાસ પણ રાખે છે. ભલે જ લોકો આ ઉપવાસ ભક્તિમાં કરે છે પરંતુ હકિકતમાં તેનો ફાયદો તેમના હેલ્થને પણ પહોંચે છે. 

NIH મુજબ, ઉપવાસ કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. કેટલાક પ્રકારના ઉપવાસથી બ્લડ સુગર, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, મેદસ્વીતા અને શરીરમાં સોજો પર સકારાત્મક અસર જોવા મળે છે. પરંતુ આ લાભ ત્યારે જ શક્ય છે જ્યારે ઉપવાસ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે. ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રા જણાવે છે કે જો તમારે ઉપવાસનો પૂરો લાભ લેવો હોય તો આ સમયગાળા દરમિયાન આ ત્રણ સામાન્ય ભૂલો ન કરો.

વધુ ચા અને કોફી ન પીવો
ન્યૂટ્રિશનિસ્ટ ઉપવાસ દરમિયાન વધુ પડતી ચા અને કોફી પીવાની ભલામણ કરતા નથી, જે મોટાભાગના લોકો કરે છે તે ભૂલ છે. તેમના મતે, ચા કે કોફીનું વધુ પડતું સેવન ઉપવાસ દરમિયાન પાચનક્રિયાને નકારાત્મક અસર કરે છે. તે શરીરને ડિહાઇડ્રેટ કરીને તણાવનું કારણ પણ બને છે.

સતત ખાવાનું ટાળો
ઘણા લોકો ઉપવાસમાં દર થોડીવારે કંઇક ને કંઇક ખાતા રહે છે. જો તમને કોઇ મેડિકલ કંડીશન છે તો આ રીત તમે અપનાવી શકો છો. પરંતુ જો તમે ઉપવાસ સાથે જોડાયેલા હેલ્થ બેનિફિટ્સને મેળવવા માંગો છો તો આ પ્રેક્ટિસથી બચો. કારણ કે આમ કરવાથી તમારા પાચનતંત્રને આરામ મળતો નથી.  

કાર્બ્સવાળા ફૂડ્સ ખાશો નહી
ઉપવાસમાં ઘણા બધા લોકો સ્વીટ ભોજન કરે છે, પરંતુ ઉપવાસનો અસલી ફાયદો ત્યારે થાય છે જ્યારે તમે કાર્બ્સવાળા ફૂડસથી બ્રેક લો છો. એવામાં વધુ ખાંડ, તળેલો ખોરાક અને હાઇ કાર્બવાળા ભોજનથી બચો. આ એટલા માટે પણ જરૂરી છે કે આ ફૂડ્સ ઉર્જામાં ઘટાડો અને સુસ્તી પેદા કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news