નવી દિલ્હી:અનલોક 1.0 (Unlock 1) વચ્ચે દેશમાં મોટાભાગના મોલ્સ અને રેસ્ટોરા ખોલવામાં આવી રહ્યાં છે. લોકડાઉનમાં આ રીતની છૂટછાટ હવે અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે બજારોમાં પણ આશાનું કિરણ રેલાયું છે. આંતરરાષ્ટ્રીય બજારના મજબૂત સંકેતોના પગલે દેશની રાજધાનીના હાજિર સરાફા બજારમાં સોમવારે સોનાનો ભાવ (Gold Rate) 348 રૂપિયાના ઉછાળા સાથે 46,959 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો. એચડીએફસી સિક્યુરિટીઝે આ જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SBI ની જબરદસ્ત ગીફ્ટ: HOME LOAN થઇ સસ્તી, જાણો કેટલાનો થશે ફાયદો


આ અગાઉ ગત કારોબારી સત્રમાં સોનાનો ભાવ 46,611 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. ચાંદીનો ભાવ (Silver Rate) પણ 794 રૂપિયાનો ઉછાળો દર્શાવતા 49,245 પ્રતિ કિગ્રા પર બંધ થયો. 


એચડીએફસી સિક્યુરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (જિન્સ) તપન પટેલે કહ્યું કે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવોમાં તેજી વચ્ચે દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજિર ભાવમાં 348 રૂપિયાનો ઉછાળો આવ્યો. તેમણે કહ્યું કે વેપારી ગતિવિધિઓ અને પરિવહન સેવાઓ ફરીથી શરૂ થઈ જતા આવનારા મહીનાઓમાં માગની સ્થિતિમાં ક્રમિક સુધારો જોવા મળશે. 


આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ તેજી સાથે 1696 ડોલર પ્રતિ ઔંસ થયો જ્યારે ચાંદીનો ભાવ તેજી દર્શાવતા 17.68 ડોલર પ્રતિ ઔંસ થયો. 


ATM મશીનને ટચ કર્યા વગર નિકળશે કેશ, ટચલેસ હશે બધી પ્રક્રિયા


કોંગ્રેસ નેતા ચિદમ્બરે સાધ્યું સરકાર પર નિશાન
આ બધા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા સોમવારે સરકાર પર કટાક્ષ કરાત કહ્યું કે સરકાર ગરીબ છે આથી તેને વધુ કરની જરૂર છે. તેમણે ટ્વીટ કરી કે ઈંધણના ભાવો 2 દિવસમાં 2 વાર વધ્યાં. બે અઠવાડિયા પહેલા કરમાં વધારો થયો. આ વખતે ઓઈલ કંપનીઓના ફાયદા માટે ભાવમાં વધારો કરાયો. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube