ATM મશીનને ટચ કર્યા વગર નિકળશે કેશ, ટચલેસ હશે બધી પ્રક્રિયા


જલદી તમે મીશનના કોઈપણ ભાગને ટચ કર્યા વગર એટીએમમાંથી પૈસા કાઢી શકશે. 
 

ATM મશીનને ટચ કર્યા વગર નિકળશે કેશ, ટચલેસ હશે બધી પ્રક્રિયા

મુંબઈઃ જલદી તમે મશીનના કોઈપણ ભાગને ટચ કર્યા વગર એટીએમમાંથી રોકડ કાઢી શકશો. કેશ એન્ડ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન અને ઓટેમેશન ટેક્નોલોજીની એક પ્રોવાઇડર એજીએસ ટ્રાન્જેક્ટ ટેક્નોલોજીએ સોમવારે કહ્યું કેત તેણે કોરોના મહામારીને જોતા એક ટચલેસ એટીએમ સોલ્યૂસન સફળતા પૂર્વક વિકસિત કર્યું અને તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે. વર્તમાનમાં ઇચ્છુક બેન્કોમાં તે સંપર્ક રહિત સમાધાનનો ડેમો આપી રહ્યાં છે. ગ્રાહક મોબાઇલનો ઉપયોગ કરીને એટીએમમાંથી રોકડ કાશવા માટે તમામ તબક્કાને પૂરા કરવા સક્ષમ છે. 

QR કોડ કરવો પડશે સ્કેન
ગ્રાહકને માત્ર એટીએમ સ્ક્રીન પર પ્રદર્શિત કરી ક્યૂઆર કોડને સ્કેન કરીને પોતાની સંબંધિત બેન્કની મોબાઇલ એપ્લિકેશનના નિર્દેશોનું પાલન કરવું પડશે. તેમાં એટીએમ મશીનથી રોકડ કાઢવા માટે જરૂરી રકમ અને mPIN દાખલ કરવો સામેલ છે. કંપની અનુસાર, ક્યૂઆર કોડ ફીચર રોકડ ઉપાડને ઝડપી અને વધુ સુરક્ષિત બનાવે છે. તેનાથી એટીએમ પિનને ટ્રેસ કરવી કે કાર્ડ સ્કિમિંગ કરવાની સંભાવનાઓ પણ સમાપ્ત થઈ જાય છે. 

અર્થશાસ્ત્રીઓને આશંકા, અમેરિકામાં આવી શકે છે 1946 બાદની સૌથી મોટો મંદી  

એજીએસ ટ્રાન્ઝેક્શન ટેક્નોલોજી લિમિટેડના અધ્યક્ષ અને એમડી રવિ. બી ગોયલે કહ્યુ, નવુ ટચલેસ એટીએમ સમાધાન ફ્લેગશિપ ક્યૂઆર કેશ સોલ્યૂશનનો એક વિસ્તાર છે જે ઉપયોગકર્તાની સુરક્ષા નક્કી કરે છે અને વધેલી સુરક્ષાની સાથે સહજ રીતે રોકડ કાઢવાની સુવિધા આપશે. 

જલદી મળી શકે છે 72 હજાર એટીએમમાં સુવિધા
ઓછા રોકાણની સાથે બેન્ક હાલ સોફ્ટવેરને અપગ્રેડ કરવા પોતાના એટીએમ નેટવર્ક માટે સમાધાનને અપનાવી શકે છે. એજીએસટીઆઈએલે અત્યાર સુધી દેશભરમાં 72 હજારથી વધુ એટીએમ નેટવર્ક સ્થાપિત કર્યાં છે અને તેને મેનેજ પણ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news