બ્યૂટી પાર્લર, સલૂન ખુલશે કે નહી? જાણો સરકારના નવા આદેશ બાદ તમારા 10 પ્રશ્નોના જવાબ
કેન્દ્ર સરકારે ઠીક એક મહિના પછી લોકડાઉન (Lockdown)માં મોટી રાહત આપી છે, જોકે ગૃહ મંત્રાલયે પોતાના સ્પષ્ટિકરણમાં સ્પષ્ટ કહ્યું છે કે બજાર, બજાર પરિસર અને શોપિંગ મોલમાં દુકાનો ખોલવાની પરવાનગી નથી.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઠીક એક મહિના પછી લોકડાઉન (Lockdown)માં મોટી રાહત આપી છે, જોકે ગૃહ મંત્રાલયે પોતાના સ્પષ્ટિકરણમાં સ્પષ્ટ કહ્યું છે કે બજાર, બજાર પરિસર અને શોપિંગ મોલમાં દુકાનો ખોલવાની પરવાનગી નથી. આ સાથે જ હોટસ્પોટ અને કંટેનમેંટ ઝોનમાં કોઇપણ પ્રકારની છૂટ આપવામાં આવી નથી. સરકારે પોતાના પડોશની દુકાનો ખોલવાનો આદેશ જાહેર કર્યો છે. તેમછતાં તમારી આસપાસ વધુ હલચલ જોવા મળશે નહી. સાથે જ તમારા મનમાં ઘણા પ્રશ્નો હશે. અમે તમારા મનમાં ઉદભવેલા 10 પ્રશ્નોના અને તેના જવાબથી તમારું કંફ્યૂઝન દૂર કરી રહ્યા છીએ.
કેન્દ્ર સરકાર દ્વારા દુકાનો ખોલવાના આદેશના હેતુ શું છે?
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દુકાનો ખોલવાનો આદેશ કેન્દ્ર સરકાર દ્વારા છે. પરંતુ આ આદેશને લાગૂ કરવો કે નહી તેનો અંતિમ નિર્ણય રાજ્યોએ કરવાનો છે. રાજ્ય પોતાના ત્યં કોરોના સંક્રમણના કેસ મુજબ અંતિમ નિર્ણય લઇ શકે છે.
ગ્રામીણ વિસ્તારોમાં કઇ દુકાનો ખુલશે?
કેન્દ્ર સરકારના નવા આદેશ અનુસાર દેશના કોઇપન ગામ અથવા ટાઉનની તમામ દુકાનો ખોલી શકાશે. પરંતુ આ વિસ્તારોમાં શોપિંગ કોમ્પલેક્સ ખુલશે નહી.
શહેરોમાં કઇ દુકાનો ખુલી શકે છે?
ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે શહેરોમાં પણ ફક્ત રહેણાંક વિસ્તારોની તમામ દુકાનો ખોલવાની પરવાનગી આપી છે. શરત એટલી રહેશે કે લોકડાઉનનું પાલન કરે.
શું મારા પડોશની દુકાન ખુલશે? શું બ્યૂટી પાર્લર, સલૂન, સ્પા અને મટન શોપ પણ ખુલશે?
નવા આદેશ હેઠળ તમારા પડોશની દુકાનો ખુલી શકે છે. પરંતુ બ્યૂટી પાર્લર, સલૂન, સ્પા અને મટન શોપ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારોએ લેવાનો છે. રાજ્ય સરકર સ્થાનિક વહીવટી તંત્ર સાથે વાતચીત કરી આવી દુકાનો ખોલવાની પરવાનગી આપી શકે છે.
શું નવા આદેશમાં મોલ પણ ખોલવાની પણ પરવાનગી છે?
શહેરોમાં શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ બંધ રહેશે. તેમને હાલ કોઇ છૂટ આપવામાં આવી નથી. કોઇ નવા આદેશ સુધી તેમને બંધ રાખવા પડશે. આ ઉપરાંત સાપ્તાહિક બજાર પણ બંધ રહેશે.
શું લિકર શોપ પણ ખુલી જશે?
ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે નવા આદેશ હેઠળ દારૂની દુકાનો ખુલશે નહી. કોરોના સંક્રમણને જોતાં તેમને હાલ બંધ જ રાખવાની છે.
દુકાનોને ખોલવા માટે શું શરત રાખવામાં આવી છે?
કેન્દ્ર સરકારના આદેશ અનુસાર દુકાનદારને પોતાના ત્યાં કામ કરનાર 50 ટકા સ્ટાફમાં કાપ કરવો પડશે. સાથે જ દુકાનોમાં સુરક્ષાનું ધ્યાન રાખવાનું છે. કામ કરનારાઓ વચ્ચે અંતર રાખવું પડશે જેથી કોરોના સંક્રમણ ફેલાવવાની સંભાવના ઓછી થાય.
મારો વિસ્તાર રેડ ઝોન છે. શું મારા વિસ્તારમાં પણ રાહત આપવામાં આવી છે?
ગૃહ મંત્રાલયે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે દુકાનો ખોલી દેવામાં આવે. પરંતુ સ્થાનિક વહિવટીતંત્ર કોરોના વાયરસના કેસ અનુસાર અંતિમ નિર્ણય લઇ શકે છે. જોકે નવો આદેશ આવ્યો હોવા છતાં નોઇડા અને ગાજિયાબાદ જેવા શહેરોમાં કોઇ રાહત આપવામાં આવી રહી છે. આ બંને શહેર કોરોના વાયરસ સંક્રમણના રેડ ઝોનમાં છે.
શું દુકાનો ખોલવાનો અર્થ વિસ્તારોમાં લોકડાઉન ખતમ?
જી નહી. દુકાનો ખોલવાનો અર્થ લોકડાઉનમાં રાહત નહી. આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સામાન્ય લોકોને ઘરમાં જ રહેવાનું છે. કોરોના વાયરસમાં લોકડાઉનનો સમયગાળો 3 મે સુધી લાગૂ છે.
ઇ-કોમર્સ કંપનીઓ સામાન વેચી શકે છે?
ના આદેશ અનુસાર ઇ-કોમર્સ કંપનીઓને કોઇ નવી રાહત આપવામાં આવી નથી. ફ્લિપકાર્ટ અથવા અમેઝોન જેવી કંપનીઓ ફક્ત જરૂરી સામાન જ તમને વેચી શકશે. બીજા કોઇપણ ઉત્પાદનો વેચવાની કે ખરીદવાની પરવાનગી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર