SGB Price: સરકાર ફરી સસ્તું સોનું ખરીદવાની તક આપવા જઈ રહી છે. સરકાર આ મહિને સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) નો એક હપ્તો રિલીઝ કરશે. ત્યારબાદ બીજો હપ્તો ફેબ્રુઆરીમાં રિલીઝ થશે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2023-24 સિરીઝ-3 આ મહિને 18-22 ડિસેમ્બરે ખુલશે. સિરીઝ-4 માટેની તારીખ 12-16 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. આ પહેલાં સિરીઝ-1 19-23 જૂન વચ્ચે અને સિરીઝ-2 11-15 સપ્ટેમ્બર વચ્ચે ખોલવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા વર્ષે collage friends કે GF સાથે ફરવા માટે બેસ્ટ 10 સ્થળ, જબરદસ્ત છે લોકેશન
Yoga For Weight Loss: વધતા જતા વજનને ઘટાડવા માટે બેસ્ટ છે આ 5 યોગાસન, ઉતરી જશે એકસ્ટ્રા ચરબી


અહીંથી લઈ શકાય છે સોનું
બોન્ડ્સનું વેચાણ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પોસ્ટ ઓફિસ અને માન્ય સ્ટોક એક્સચેન્જ BSE અને NSE દ્વારા કરવામાં આવશે. પરંપરાગત સોનાની માંગ ઘટાડવા અને ઘરગથ્થુ બચત વધારવાના ભાગરૂપે ગોલ્ડ બોન્ડનું વેચાણ સૌપ્રથમ નવેમ્બર 2015માં શરૂ કરવામાં આવ્યું હતું. ગોલ્ડ બોન્ડની પાકતી મુદત આઠ વર્ષની હશે પરંતુ પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ તેને રિડીમ કરવાનો વિકલ્પ હશે.


લીલી હળદરનું શાક અને તુવેરના ટોઠા ખાશો તો આખી જિંદગી શિયાળાની રાહ જોશો, આ છે રેસિપી 
Multibagger: હે ભગવાન હું રહી ગયો... આ સ્ટોકે 3 મહિનામાં 3 ગણા કરી દીધા રૂપિયા


એક ગ્રામ સોનામાં રોકાણ કરવાનો વિકલ્પ
સ્કીમ હેઠળ તમે ઓછામાં ઓછા એક ગ્રામ સોનામાં રોકાણ કરી શકો છો. આ સિવાય તમે વધુમાં વધુ ચાર કિલો સોનામાં રોકાણ કરી શકો છો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA) દ્વારા સદસ્યતાના સમયગાળા પહેલાના અઠવાડિયાના છેલ્લા ત્રણ કામકાજના દિવસો માટે પ્રકાશિત 999 શુદ્ધતાના સોનાના બંધ ભાવની સરેરાશના આધારે સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB)ની કિંમત ભારતીય રૂપિયામાં છે. 


2024માં માત્ર ભાજપ જીતશે પણ મોદી... યોગી અને શાહ વિશે કરી ભવિષ્યવાણી
કબૂતરોને ઘરથી દૂર રાખો, જ્યોતિષની દ્રષ્ટીએ નથી યોગ્ય: ગરીબીની સાથે રોગ ઘર કરી જશે


મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે, ઓનલાઈન મેમ્બરશિપ લેનારા અને ડિજિટલ મોડ દ્વારા પેમેન્ટ કરનારા રોકાણકારો માટે SGBની ઈશ્યુ પ્રાઈસ પ્રતિ ગ્રામ 50 રૂપિયા સુધી ઘટાડવામાં આવશે. રિઝર્વ બેંક ભારત સરકાર વતી બોન્ડ જારી કરે છે.


નવા વર્ષે collage friends કે GF સાથે ફરવા માટે બેસ્ટ 10 સ્થળ, જબરદસ્ત છે લોકેશન
Multibagger: હે ભગવાન હું રહી ગયો... આ સ્ટોકે 3 મહિનામાં 3 ગણા કરી દીધા રૂપિયા