લીલી હળદરનું શાક અને તુવેરના ટોઠા ખાશો તો આખી જિંદગી દર શિયાળાની રાહ જોશો, આ છે બનાવવાની રેસિપી

Tuver Totha: શિયાળો શરૂ થઈ ગયો છે અને હવે ધીમેધીમે ઠંડીમાં પણ વધારો થયો છે. ગુજરાતીઓ ખાવાના પહેલાંથી જ શોખિન છે. તમે ઉત્તર ગુજરાતના હશો તો તુવેરના ઠોઠા તો ખાધા હસે હવે ધીમેધીમે ગુજરાત ભરમાં તુવેરના ટોઠા ખવાઈ રહ્યાં છે. ઠંડી પડવાની સાથે બજારમાં ગરમાગરમ અને ચટપટી વાનગીઓ બનવાની અને પાર્ટીઓ શરૂ થઈ જાય છે. 

લીલી હળદરનું શાક અને તુવેરના ટોઠા ખાશો તો આખી જિંદગી દર શિયાળાની રાહ જોશો, આ છે બનાવવાની રેસિપી

Famous Food: ઉત્તર ગુજરાતમાં જાઓ તો ખેતરો કે પાર્ટી પ્લોટ્સમાં તુવેરના ટોઠા સાથે જલેબી કે લીલી હળદરના શાક સાથે બાજરીના રોટલાની પાર્ટીઓ વારંવાર યોજાતી જ હોય છે. શોખિનો દર શનિ-રવીએ અલગ અલગ જગ્યાએ પાર્ટીઓ કરે છે. લીલી હળદરનું શાક અને તુવેરના ટોઠા તમે એકવાર ખાશો તો આખી જિંદગી દર શિયાળાની રાહ જોશો. 

આ રીતે તુવેર ટોઠાની સામગ્રી તૈયાર કરો 
બે કપ તુવેર
બે કપ ટામેટાની પ્યુરી..ટામેટા લાલ લેવા
બે ઝીણી સમારેલી ડુંગળી
આદું મરચાની પેસ્ટ
50 ગ્રામ લીલું લસણ
અડધી વાટકી લીલી ડુંગળી
એક ચમચી તેલ
હળદર
સ્વાદાનુંસાર મીઠું
લાલ મરચું
એક ચમચી ગરમ મસાલો પાવડર લેવાની જરૂર છે. જે તમને સારો સ્વાદ અપાવે છે. 

તુવેર ટોઠા બનાવવાની રીત...
ટોઠા બનાવવા માટે સૌ પ્રથમ તુવેરને 5 થી 6 કલાક માટે ગરમ  પાણીમાં પલાળો અને આ ટોઠાને કુકરમાં બાફવા મુકો અને 5 થી 6 સીટી વગાડો. ટોઠા બફાઇ જાય એટલે એક વાસણમાં લઇ લો.  એક વાસણ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.  તેલ ગરમ થઇ જાય એટલે એમાં આદુ-મરચા અને લસણ નાંખીને સાંતળી લો. પછી આમાં ડુંગળીની પ્યુરી નાંખીને ફરી ગરમ કરો. આમાં ટામેટાની પ્યુરી નાંખો અને તેલ છુટ્ટૂ પડે ત્યાં સુધી સાંતળો. હવે બાફેલી તુવેરને આમાં એડ કરી દો અને  આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો.

આ મિશ્રણમાં તુવેર નાખ્યા પછી લાલ મરચું, ગરમ મસાલો, હળદર, મીઠું, લીંબુનો રસ નાંખો અને 7 થી 8 મિનિટ માટે થવા દો. ત્યારબાદ છેલ્લે લીલી ડુંગળી નાંખો અને એક મિનિટ માટે થવા દો.થોડીવારમાં જ તૈયાર થઈ જશે તુવેરના ટોઠા. આ ટોઠાને એક પ્લેટમાં લઇ લો અને ઉપરથી કાચુ લીલું લસણ ભભરાવો આમ કરવાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. આ ટોઠાની સાથે તમે બ્રેડ કે કુલ્ચા ખાઓ છો તો મજ્જા પડી જાય છે. આ ટોઠા શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે. હા, સાથે-સાથે ગરમાગરમ જલેબી હશે તો ચોક્કસથી મજા વધી જશે.

લીલી હળદર બનાવવાની સામગ્રી
500 ગ્રામ સૂકી ડુંગળી ( onion paste )ની પેસ્ટ
500 ગ્રામ ટમેટા( tomato paste )ની અધ્ધકચરી ગ્રેવી
500-750 ગ્રામ લીલી હળદર ( green turmeric )
500-750 ગ્રામ લસણ ( garlic )
500 ગ્રામ ઘી ( Ghee )
500 ગ્રામ દહીં  ( curd )
250 ગ્રામ આદું ( ginger )
250 ગ્રામ મરચા( green chilli )ની પેસ્ટ
250 ગ્રામ લીલા વટાણા ( green pea )અથવા લીલી તુવેર ( green tuver )
200 ગ્રામ કોથમીર ( coriander )
200-400 ગ્રામ સમારેલ ગોળ ( jaggery )
સ્વાદનુસાર, મીઠું ( salt ), લાલ મરચું ( red chilli powder )

લીલી હળદરનું શાક બનાવવાની રીત:
સૌપ્રથમ ઘીમાં લીલી હળદર લાલાશ થાય ત્યાં સુધી સાંતળી પછી લસણ ઉમેરી સાંતળવું ત્યારબાદ ડુંગળીની પેસ્ટ ઉમેરવી. ટામેટાની ગ્રેવી ઉમેરવાનું ના ભૂલતા. ઘી છૂટું પડે એટલે આદું છૂટું છવાયું ભભરાવી 1-2 મિનીટ રહેવા દેવું ત્યારબાદ મરચાની પેસ્ટ ઉમેરવી. આટલું રર્યા બાદ જરૂર મુજબ મીઠુ અને લાલ મરચું ઉમેરવું. વટાણા અથવા તુવેર અને ગોળ ઉમેરી મિક્સ કરવું. છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું. કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું.  લો, હવે તૈયાર છે હળદરનું ટેસ્ટી શાક. આ શાકને બાજરીના રોટલા સાથે પીરસવાથી મહેમાનને ટેસડો પડી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news