વિરાટ કોહલીની ઇન્સ્ટાગ્રામ પર ફટકાબાજી, દરેક પોસ્ટ વડે કમાય છે કરોડો રૂપિયા
વિરાટ કોહલી : સ્પોર્ટ્સ ઇંસ્ટાગ્રામ રિચ લિસ્ટ (Sports’ Instagram Rich List)માં વિરાટ કોહલી સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓમાં નવમા ક્રમે છે. ટોપ-10માં સામેલ એકમાત્ર ભારતીય છે.
નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી ના ફક્ત રન બનાવવામાં આગળ છે પરંતુ કમાણીમાં પણ તેમને કોઇ પછાડી શકે તેમ નથી. કોહલી સતત બીજા વર્ષે સૌથી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી કમાણી કરનાર ખેલાડીઓની યાદીમાં ટોપ-10માં છે. ઇન્સ્ટાગ્રામ શેડ્યૂલિંગ ટૂલ HopprHQના અનુસાર આઇસીસીની ટેસ્ટ અને વન ડે રેકિંગમાં નંબર વન બેટ્સમેન વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર પોતાની દરેક પોસ્ટ વડે 158000 પાઉન્ડ (13554109) એટલે લગભગ 1 કરોડ 35 લાખ રૂપિયાની કમાણી કરે છે. સ્પોર્ટ્સ ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ (Sports’ Instagram Rich List)માં વિરાટ કોહલી સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓમાં નવમા ક્રમે છે. ટોપ-10માં સામેલ એકમાત્ર ભારતીય છે.
આ વર્ષે Apple લોન્ચ કરશે iPhone 11 સાથે 2 સ્માર્ટફોન્સ, જાણો લીક ફીચર્સ
ઇંસ્ટાગ્રામ પર કમાણી કરવાના મામલે રોનાલ્ડોની છે ધાક
સોશિયલ મીડિયામાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની આ યાદીમાં સતત બીજા વર્ષે જુવેંતસ અને પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પહેલા ક્રમ પર છે, જે પોતાની દરેક ઇંસ્ટાગ્રામ પોસ્ટ વડે 784000 પાઉન્ડ (6.73 કરોડ રૂપિયા) કમાય છે. બીજા નંબર પર બ્રાજીલ અને પેરિસ સેંટ જર્મનના સ્ટાર ફૂટબોલર નેમાર છે, જેની પ્રતિ પોસ્ટ કમાણી 580000 પાઉન્ડ (4.97 કરોડ રૂપિયા) છે. ત્યારબાદ આર્જેટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીનો નંબર છે, જેની ઇસ્ટાગ્રામ પર પ્રતિ પોસ્ટ કમાણી 521000 પાઉન્ડ (4.46 કરોડ રૂપિયા) છે.
બજાજ ઓટોએ લોન્ચ કરી સૌથી સસ્તી મોટરસાઇકલ CT110, કિંમત માત્ર 37,997થી શરૂ
ઇંસ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓના મૂલ્યાંકન માટે HopprHQ.com સરેરાશ એંગજમેંટ, સેલેબ્રિટીઝ કેટલી જલદી પોસ્ટ કરે છે અને તેમના ફોલોવર્સની સંખ્યા જેવી વાતોને ધ્યાનમાં રાખે છે. ઇંસ્ટાગ્રામ પર વિરાટ કોહલીના 3.6 કરોડ ફોલોવર્સ છે. તો બીજી તરફ રોલાન્ડોના ઇંસ્ટાગ્રામ પર 17.3 કરોડ ફોલોવર્સ છે. તો બીજી તરફ ઇંસ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણીના મામલે અન્ય ખેલાડીઓમાં ડેવિડ બેકહમ ચોથા, લેબ્રોન જેમ્સ પાંચમા, રોનાલ્ડિન્હો સાતમા, ગૈરેથ બેલ આઠમા ને લુઇસ સુઆરેજ દસમા સ્થાને છે.
દુનિયાનો પહેલો રોટેટિંગ ટ્રિપલ કેમેરા સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો શું છે ફીચર્સ અને કિંમત
ખાસ વાત એ છે કે ઇંસ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની ટોપ-10 યાદીમાં આઠ ફૂટબોલર સામેલ છે, જ્યારે કોહલીના રૂપમાં એકમાત્ર ક્રિકેટર અને લેબ્રોન જેમ્સ એકમાત્ર બાસ્કેટબોલ ખેલાડી છે.
ઇંસ્ટાગ્રામ સ્પોર્ટ્સ રિચ લિસ્ટ
ખેલાડી | રમત | ફોલોવર્સ | પ્રતિ પોસ્ટ કમાણી |
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો | ફૂટબોલ | 17.3 કરોડ | 784000 પાઉન્ડ (6.73 કરોડ રૂપિયા) |
નેમાર | ફૂટબોલ | 12.1 કરોડ | 580000 પાઉન્ડ (4.97 કરોડ રૂપિયા) |
લિયોનેલ મેસી | ફૂટબોલ | 12.3 કરોડ | 521000 પાઉન્ડ (4.46 કરોડ રૂપિયા) |
ડેવિડ બેકહમ | ફૂટબોલ | 5.7કરોડ | 287000 પાઉન્ડ (2.46 કરોડ રૂપિયા) |
લેબ્રોન જેમ્સ | બાસ્કેટ બોલ | 5 કરોડ | 219000 પાઉન્ડ (1.87 કરોડ રૂપિયા) |
રોનાલ્હિનહો | ફૂટબોલ | 4.7કરોડ | 206000 પાઉન્ડ (1.76 કરોડ રૂપિયા) |
ગૈરેથ બેલ | ફૂટબોલ | 4 કરોડ | 175000 પાઉન્ડ (1.50 કરોડ રૂપિયા) |
જ્લાટન ઇબ્રાહમોવિક | ફૂટબોલ | 3.7કરોડ | 161000 પાઉન્ડ (1.38 કરોડ રૂપિયા) |
વિરાટ કોહલી | ક્રિકેટ | 3.6 કરોડ | 158000 પાઉન્ડ (1.35 કરોડ રૂપિયા) |
લુઇસ સુઆરેજ | ફૂટબોલ | 3.4 કરોડ | 148000 પાઉન્ડ (1.26 કરોડ રૂપિયા) |