દુનિયાનો પહેલો રોટેટિંગ ટ્રિપલ કેમેરા સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો શું છે ફીચર્સ અને કિંમત

કોરિયન સ્માર્ટફોન મેકર સેમસંગ (Samsung) એ ગેલેક્સી એ સીરીઝનું નવો સ્માર્ટફોન Samsung Galaxy A80 ને ભારતીય બજારમાં લોન્ચ કરી દીધો છે. 22 જુલાઇથી 31 જુલાઇ વચ્ચે આ સ્માર્ટફોનનું પ્રી બુકિંગ થશે. તેનો પહેલો સેલ 1 ઓગસ્ટને આયોજિત કરવામાં આવશે. આ સ્માર્ટફોનમાં રોટેટિંગ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. 

Updated By: Jul 19, 2019, 02:40 PM IST
દુનિયાનો પહેલો રોટેટિંગ ટ્રિપલ કેમેરા સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો શું છે ફીચર્સ અને કિંમત

નવી દિલ્હી: કોરિયન સ્માર્ટફોન મેકર સેમસંગ (Samsung) એ ગેલેક્સી એ સીરીઝનું નવો સ્માર્ટફોન Samsung Galaxy A80 ને ભારતીય બજારમાં લોન્ચ કરી દીધો છે. 22 જુલાઇથી 31 જુલાઇ વચ્ચે આ સ્માર્ટફોનનું પ્રી બુકિંગ થશે. તેનો પહેલો સેલ 1 ઓગસ્ટને આયોજિત કરવામાં આવશે. આ સ્માર્ટફોનમાં રોટેટિંગ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. એટલે કે જ્યારે કેમેરાને સેલ્ફી મોડ પર નાખો છો તો પાછળનો કેમેરા સ્લાઇડ થઇને ઉપર આવે છે. આ સ્માર્ટફોનમાં ફૂલ એચડી સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે.

ઘર ખરીદનારાઓની મદદ માટે આગળ આવી સરકાર, બનાવશે કડક કાયદો

સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનમાં ઓક્ટા કોર ક્વોલકમ સ્નૈપડ્રૈગન 730 SoC પ્રોસેસર લાગેલું છે જે Android Pie પર કામ કરે છે. તેની ડિસ્પ્લે 6.7 ઇંચની છે. આ ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેન્સરનો પણ ફીચર આપવામાં આવ્યું છે. 48MP+8MP નો રોટેટિંગ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેની રેમ 8જીબી અને બેટરી 3700mAh છે. આ ફોન ડોલ્બી સાઉન્ડ સાથે આવે છે. આ ઉપરાંત વીડિયો બનાવવા માટે સુપર સ્ટીડિ મોડ અને લાઇવ ફોકસ મોડનો ઓપ્શન આપવામાં આવ્યો છે.  
A80
બાળકો અને યુવાનોને ઘરડાં બનાવી રહી છે FaceApp, પરંતુ શું આ એપ તમારા માટે સુરક્ષિત છે?

બેટરી 25 ડબ્લ્યૂ સુપર-ફાસ્ટ ચાર્જર ટેક્નોલોજી સાથે અને યૂએસબી ટાઇપ-સી સાથે ગેલેક્સી એ 80માં છે. 1 ઓગસ્ટથી એ 80 રિટેલ સ્ટોર, ઇ-દુકાનો, સેમસંગ ઓપેરા હાઉસ અને બધા મુખ્ય ઓનલાઇન ચેનલો પર ઉપલબ્ધ રહેશે. આ ઘોસ્ટ વ્હાઇટ, ફેંટમ બ્લેક અને એંજિલ ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ છે. 

ટૂંક સમયમાં લોન્ચ થશે 108MP કેમેરાવાળો સ્માર્ટફોન, ક્લિક થશે શાનદાર ફોટોઝ

કિંમત
8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ મેમરીવાળા વેરિએન્ટની કિંમત 47990 રૂપિયા છે. જે 22 જુલાઇથી 31 જુલાઇ દરમિયાન આ સ્માર્ટફોનનું બુકિંગ કરશે તેમને એકવાર સ્ક્રીન રિપ્લેસમેંટની સુવિધા અલગથી મળશે. સિટી બેંક ક્રેડિટ કાર્ડ વડે ફોન ખરીદતાં 5 ટકાનું કેશબેક પણ મળશે.