મુંબઈઃ દેશની સૌથી મોટી ખાનગી બેન્ક એચડીએફસી બેન્ક (HDFC)ના મેનેજિંગ ડાયરેક્ટર આદિત્ય પુરી નાણાકીય વર્ષ 2019/2020માં સૌથી વધુ પૈસા મેળવનાર બેન્કર બનીને ઉભર્યા છે. આ દરમિયાન તેમને વેતન અને ભથ્થાના રૂપમાં 18.92 કરોડ રૂપિયા મળ્યા જો તેનાથી પાછળના વર્ષની તુલનામાં 38 ટકા વધુ છે. બેન્કના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે પુરીએ આ સિવાય સ્ટોક્સ ઓપ્શનથી 161.56 કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી છે. 2018-19માં તેમને સ્ટોક ઓપ્શનથી 42.20 કરોડ રૂપિયા મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુરીએ 70 વર્ષની ઉંમર પૂરી થવા પર ઓક્ટોબરમાં નિવૃત થવા જઈ રહ્યાં છે. તેમના ઉત્તરાધિકારી તરીકે બેન્કના ગ્રુપ હેડ શશિધર જગદીશનનું નામ પણ ચાલી રહ્યું છે. બેન્કના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે જગદીશનનને નાણાકીય વર્ષ 2020માં 2.91 કરોડ રૂપિયા વેતનના રૂપમાં મળ્યા છે. દેશની બીજી સૌથી મોટી બેન્ક આઈસીઆઈસીઆઈ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ સંદીપ બખ્શીને પાછલા નાણાકીય વર્ષ દરમિયાન કુલ 6.31 કરોડ રૂપિયા મળ્યા છે. ઓક્ટોબર 2018માં બેન્કની કમાન સંભાળનાર બખ્શીને નાણાકીય વર્ષ 2019માં પાર્ટ ટાઇમ પેમેન્ટ તરીકે 4.90 કરોડ રૂપિયા મળ્યા હતા. 


આવકવેરા વિભાગે Form 26ASમાં કર્યો ફેરફાર, કરદાતાને થશે ફાયદો


ઉદય કોટકની સેલેરી ઘટી
એક્સિસ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝીક્યુટિવ અમિતાભ ચૌધરીને નાણાકીય વર્ષ 2020માં 6.01 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી જ્યારે નાણાકીય વર્ષ 2019ના અંતિમ ત્રણ મહિન માટે તેને 1.27 કરોડ રૂપિયા મળ્યા હતા. હાલમાં રાજીનામુ આપનાર બેન્કના રિટેલ પ્રમુખ પ્રલય મંડલને નાણાકીય વર્ષ 2020માં 1.83 કરોડ રૂપિયાનું વળતર મળ્યુ હતું. એચડીએફસી બેન્ક અને યસ બેન્કના પૂર્વ એક્ઝીક્યૂટિવ મંડળ દક્ષિણ કે સીએસબી બેન્કમાં જઈ રહ્યાં છે. 


સ્વિસ ખાતામાં જમા હતા 196 કરોડ રૂપિયા, મહિલાએ વાર્ષિક કમાણી 1.70 લાખ બતાવી અને પછી...


કોટક મહિન્દ્રા બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર ઉદય કોટકના વેતનમાં નાણાકીય વર્ષ 2020મા ઘટાડો થયો છે. બેન્કના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે તેમને 2.97 કરોડ રૂપિયા વેતન મળ્યુ, જે 2019ના તેમના વેતનથી 18 ટકા ઓછુ છે. કોટક મહિન્દ્રા બેન્કમાં 26 ટકાની ભાગીદારી રાખનાર ઉદય કોટકને નાણાકીય વર્ષ 2019મા 3.52 કરોડ રૂપિયાનું વેતન મળ્યું હતું. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube