નવી દિલ્હી: આજથી લોકડાઉન (Lockdown) ખુલવાની શરૂઆત થઈ રહી છે. સાથે તમે તમારા કામકાજમાં પરત ફરવાની તૈયારી પણ કરી રહ્યાં હશો. એવામાં અમે તમને બેંક સાથે જોડાયેલી ખાસ જાણકારી આપી રહ્યાં છે. જેથી તમને તમારા બેંક ખાતા સંબંધિત કામ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે. આ વાતનું પણ ધ્યાન રાખવાનું રહેશે કે, શું બેંકમાં રજાઓના કારણે કોઈ કામ અટકી રહ્યું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- બજારમાં તેજીની અસર જોવા મળી સોના-ચાંદીના કિંમત પર, જાણો શું છે આજનો ભાવ


આ ખાસ પર્વ આવી રહ્યાં છે જૂનમાં
આ મહિને ઘણા પર્વ આવી રહ્યાં છે જેના કારણે વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેશે. જૂનમાં ગુરૂ ગોવિંદસિંહનો જન્મ દિવસ આવી રહ્યો છે. આ સાથે જ પુરીમાં જગન્નાથ રથ યાત્રાને પણ આ મહિને આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બે મોટા તહેવારોના કારણે ઘણા રજ્યોમાં સ્થાનિક બેંકો બંધ રહેશે. આ ઉપરાંત આ મહિનામાં તમામ બેંકો બીજા શનિવાર અને તમામ રવિવારના બંધ રહેવાની છે.


આ પણ વાંચો:- આજથી થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર, જે જાણવા તમારા માટે જરૂરી


આ મહિને શનિવાર અને રવિવાર
7 જૂન - રવિવાર
13 જૂન - બીજો શનિવાર
14 જૂન - રવિવાર
21 જૂન રવિવાર
27 જૂન - શનિવાર
28 જૂન - રવિવાર


આ પણ વાંચો:- દેશમાં અનલોક 1 અમલમાં આવતા જ શેર બજારમાં તેજી, સેન્સેક્સે 33,000ની સપાટી કૂદાવી


જૂનમાં આવતા તહેવાર
15 જૂન - આઈજવાલ અને ભુવનેશ્વરમાં રજા
15 જૂન - ગુરૂ ગોવિંદસિં જન્મ જયંતિ
23 જૂન - ઓડિશામાં રજા
30 જૂન - મિઝોરમમાં રજા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube