આજથી થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર, જે જાણવા તમારા માટે જરૂરી

જૂન મહિનો આપણા બધા માટે મહત્વપૂર્ણ મહીનો થવાનો છે. 1 જૂનથી તમારું જીવન કેટલાક નિયમો સાથે આવશે. કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે જાણી લો મહત્વપૂર્ણ વાતો જે આ મહીને તમારા જીવનમાં અસર કરી શકે છે.
આજથી થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર, જે જાણવા તમારા માટે જરૂરી

નવી દિલ્હી: જૂન મહિનો આપણા બધા માટે મહત્વપૂર્ણ મહીનો થવાનો છે. 1 જૂનથી તમારું જીવન કેટલાક નિયમો સાથે આવશે. કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે જાણી લો મહત્વપૂર્ણ વાતો જે આ મહીને તમારા જીવનમાં અસર કરી શકે છે.

ભારતીય રેલવેની 200 સ્પેશિયલ ટ્રેન આજથી શરૂ
ભારતીય રેલવે તાજેતરમાં શ્રમિક અને સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કરી રહી છે. 1 જૂનથી રેલ મંત્રાલયે 200 ટ્રેનોને શરૂ કરવાની જાહેરાત કરી હતી. આજથી આ તમામ ટ્રેન શરૂ થઈ ગઈ છે. સવારથી સતત ટ્રેનોને દોડાવવામાં આવી રહી છે.

શરૂ થશે વન નેશન-વન કાર્ડ
દેશભરમાં રાશન કાર્ડ માટે 1 જૂનથી વન નેશન-વન કાર્ડ (One Nation One Ration Card)ની યોજના સંપૂર્ણ રીતે લાગુ થઈ રહી છે. હાલ આ સ્કીમ 20 રાજ્યોમાં શરૂ થશે. આ સ્કીમનો ફાયદો રાશન કાર્ડ કોઈપણ રાજ્યમાં બન્યું હોય, તેને રાશન ખરીદવા માટે ઉપયોગ બીજા રાજ્યમાં પણ થઈ શકે છે. તેનાથી ગરીબોને ખુબજ ફયાદો થશે.

GoAirની શરૂ થશે ફ્લાઈટ
લો બજેટ એરલાઇન કંપની ગો એર પણ 1 જૂનથી તેની ફ્લાઇટ્સ શરૂ કરવા જઈ રહી છે. અન્ય કંપનીઓએ તેને 25 મેથી શરૂ કરી દીધી છે, પરંતુ ગોએર તેના માટે તારીખ જાહેર કરી દીધી છે. હવાઈ ​​મુસાફરોએ ફ્લાઇટમાં ઘણા નવા નિયમોનું પાલન કરવું પડશે.

પેટ્રોલના ભાવમાં વધારો
1 જૂનથી દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવા જઇ રહ્યો છે. મિઝોરમ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વેટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જોકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે છ વાગ્યે બદલાવ આવે છે, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news