બજારમાં તેજીની અસર જોવા મળી સોના-ચાંદીના કિંમત પર, જાણો શું છે આજનો ભાવ

લોકડાઉન (Lockdown) ખુલતાની સાથે જ શેર બજારમાં તેજી આવવાથી તેની સીધી અસર સોના ચાંદીના ભાવ (Gold - Silver Price)પર પણ જોવા મળી છે. જેટલું ઝડપી શેર બજારમાં કારોબાર વધી રહ્યો છે એટલી તેજીથી સોનાના ભાવ પણ વધ્યા છે. સવારે લગભગ 10.00 વાગે સોનું મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 76.00 રૂપિયાની તેજી સાથે 46730.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કોરોબાર કરી રહ્યું હતું. સોનું 46,571.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ખુલ્યું હતું. MCX પર ચાંદી 696.00 રૂપિયાની તેજી સાથે 50814.00 રૂપિયા પ્રતિ કિલો પર વ્યાપાર કરી રહી છે.
બજારમાં તેજીની અસર જોવા મળી સોના-ચાંદીના કિંમત પર, જાણો શું છે આજનો ભાવ

નવી દિલ્હી: લોકડાઉન (Lockdown) ખુલતાની સાથે જ શેર બજારમાં તેજી આવવાથી તેની સીધી અસર સોના ચાંદીના ભાવ (Gold - Silver Price)પર પણ જોવા મળી છે. જેટલું ઝડપી શેર બજારમાં કારોબાર વધી રહ્યો છે એટલી તેજીથી સોનાના ભાવ પણ વધ્યા છે. સવારે લગભગ 10.00 વાગે સોનું મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 76.00 રૂપિયાની તેજી સાથે 46730.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કોરોબાર કરી રહ્યું હતું. સોનું 46,571.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ખુલ્યું હતું. MCX પર ચાંદી 696.00 રૂપિયાની તેજી સાથે 50814.00 રૂપિયા પ્રતિ કિલો પર વ્યાપાર કરી રહી છે.

દિલ્હીમાં ટૂંક સમયમાં ખુલશે સર્રાફા બજાર
દિલ્હીમાં સોના અને ચાંદીનું સૌથી મોટું જથ્થા માર્કેટમાં કારોબાર 1 જૂનથી શરૂ થવાનો હતો પરંતુ જ્વેલર્સના સંગઠન ધ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોશિયેસને 31 મેના બેઠક કરી 7 જૂન સુધી દુકાનો નહીં ખોલવાનો નિર્ણય કર્યો હતો. અમારી સહયોગી વેસબાઈટ Zeebiz.comના અનુસાર કૂંચા મહાજની માર્કેટમાં તમામ દુકાનો પર સ્ટીકર લગાવવામાં આવ્યા છે. અહીં ઓડ એન્ડ ઈવેન વ્યવસ્થા અંતર્ગત દુકાનો ખુલશે. આ બજાર ઘણું કન્ઝેસ્ટેડ છે. તેના કારણે અહીં દુકાનદારોએ આ નિર્ણય કર્યો છે.

સોનામાં રોકાણથી મોટો ફાયદો
સોનાના ભાવ હાલ 46 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટ અનુસાર 2021 સુધી સોનાનો ભાવ 80 હજાર પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચવાની શક્યતા છે. બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝના એનાલિસ્ટોએ અનુમાન લગાવ્યું છે કે, 2021ના અંત સુધી આતંરરાષ્ટ્રીય બજારોમાં સોનાની કિંમત 3000 ડોલર પ્રતિ ઓંસ સુધી જઈ શકે છે. 3000 ડોલરના આજના ભારતીય રૂપિયામાં કનવર્ટ કરીએ તો આ રકમ, 2,28,855 રૂપિયા છે. આંતરરાષ્ટ્રી બજારમાં સોનાનો ભાવ ઓંસના હિસાબથી નક્કી થયા છે. એક ઓંસમાં 28.34 ગ્રામ વજન હોય છે. એવામાં એક ગ્રામ સોનાનો કિંમત 8075 રૂપિયા થયા છે. આ રેટથી 10 ગ્રામ સોનાની કિંમત 80,753 રૂપિયા થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news