મુંબઇ : હિંદુજા પરિવારમાં પ્રોપર્ટી મુદ્દે વિવાદ સામે આવ્યો છે. આ વિવાદ 83 હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટી મુદ્દે છે. જો કે જે પત્રથી વિવાદ ચાલુ થયો છે, તે પત્ર 2014નો છે. ચારેય ભાઇઓના હસ્તાક્ષર કરેલો પત્ર મુદ્દે હિંદુજા ભાઇઓમાં વિવાદ ચાલી રહ્યો છે. આ લેટર કહે છે કે, એક ભાઇ પાસે જે પણ સંપત્તી છે, તે તમામની છે, પરંતુ 84 વર્ષના શ્રીચંદ હિંદુજા અને તેમની પુત્રી વીનૂ ઇચ્છે છે કે,  આ પત્ર હવે સાર્થક નથી. તેને અયોગ્ય ઠેરવી દેવામાં આવે. પત્ર અનુસાર એક ભાઇ પાસે જે સંપત્તી છે, તે તમામની છે. પ્રત્યેક વ્યક્તિ બીજાને પોતાનાં એક્જીક્યૂટર તરીકે નિયુક્ત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે આરબીઆઈના મોનિટરિંગમાં બધી કો-ઓપરેટિવ બેન્ક, મોદી કેબિનેટે આપી અધ્યાદેશને મંજૂરી

લંડનના જજના ચુકાદા બાદ સામે આવ્યો વિવાદ
આ વિવાદ મંગળવારે લંડનનાં એક જજનો ચુકાદો સામે આવ્યો છે. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, ત્રણ અન્ય ભાઇઓ ગોપીચંદ, પ્રકાશ અને અશોક હિંદુજા બેંકનું નિયંત્રણ લેવા માટે પત્રનો ઉપયોગ કરવા માટેનો પ્રયાસ કર્યો. આ એસેટ માત્ર શ્રીચંદના નામેથી હતી. જજે કહ્યું કે, શ્રીચંદ અને વીનૂ ઇચ્છે છે કે કોર્ટ તે નિશ્ચિત કરે કે  પત્રની કોઇ કાયદેસરની અસર ન હોવી જોઇએ અને તેને વિલા તરીકે ઉપયોગ કરી શકાય નહી. તેમણે કહ્યું કે, શ્રીચંદે 2016માં તે વાત પર ભાર આપવામાં આવ્યું હતું તે, પત્ર તેમની ઇચ્છાઓને વ્યક્ત નથી કરતો અને પરિવારની સંપત્તીને તેમનાથી અલગ કરવામાં આવે.


પહેલીવાર પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ થયું, સતત 18મા દિવસે વધ્યા ભાવ, જાણો નવા રેટ

કેસની કોઇ અસર નહી રહે
એક નિવેદનમાં ત્રણેય ભાઇઓએ કહ્યું કે, કેસોની તેમના વ્યાપાર પર કોઇ જ અસર નહી પડે અને આ કાર્યવાહી અમારા સંસ્થાપક અને પરિવારનાં મુલ્યોની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, આ સિદ્ધાંત દસકાઓથી છે. અમારો સિદ્ધાંત છે કે, દરેક વસ્તુ દરેક વ્યક્તિની છે અને કોઇનું કંઇ જ નથી. ત્રણેય ભાઇઓએ એક ઇમેલમાં કહ્યું કે, અમે પ્રેમપૂર્વક પારિવારિક મુલ્યોને જાળવી રાખવા માટે દાવાના બચાવ કરવા ઇચ્છીએ છીએ.  રૂલિંગ અનુસાર જો આ દાવો સફળ થાય છે તો શ્રીચંદનાં નામ પર રહેલી તમામ સંપત્તી તેમની પુત્રી અને તેમનાં નજીકના સંબંધિઓ પાસે જતી રહેશે, જેમાં હિંદુજા બેંકમાં સંપુર્ણ ભાગીદારીનો પણ સમાવેશ થાય છે.


ચીની હેકર્સના નિશાના પર કોવિડની સરકારી વેબસાઇટ, SBI એ પણ કર્યો આગ્રહ

વિશ્વનાં સંપત્તીવાન પરિવારોમાં આવે છે હિંદુજા પરિવાર
જજે કહ્યું કે, શ્રીચંદ પાસે પોતાનાં વકીલોનાં નિર્દેશ આપવાની ક્ષમતા નથી અને તેમણે વીનુને પોતાની તરફથી કાર્યવાહી કરવા માટે નિયુક્ત કર્યા. હિંદુજા પરિવાર વિશ્વનાં સૌથી સંપત્તીવાન પરિવારો પૈકીનો એક છે. તેમની સંપત્તીનો મોટા ભાગનો હિસ્સો હિંદુજા ગ્રુપમાંથી નિકળ્યો છે. વેબસાઇટ અનુસાર આજે લગભગ 40 દેશોમાં ફાઇનાન્સ, મીડિયા અને હેલ્થકેર સેક્ટરનાં વિસ્તૃત ફલક પર ફેલાયેલો સમુહ છે. હિંદુજા પરિવારની કુલ સંપત્તી 11.2 અબજ ડોલર છે. 


Coronavirus સંકટ દરમિયાન તમામ પાસે હોવા જોઇએ આ પાંચ પ્રકારના વીમા

ઇન્ડસઇંડ બેંકનાં શેર આ વર્ષે 70 ટકા જેટલા ઘટી ગયા
ચારેય હિંદુજા ભાઇ બહેનોનાં મુંબઇ ખાતેનાં હિંદુજા સમુહને ચલાવવામાં મદદ કરે છે. જે મહામારીનાં કારણે પેદા થયેલી આર્થિક ઉથલ પાથલથી પ્રભાવીત થયા છે. હિંદુજા ગ્રુપની અશોક લિલેન્ડ લિમિટેડનાં શેર એક મહિનામાં એક તૃતિયાંશ જેટલા ઘટી ગયા છે. આ દરમિયાન વૈશ્વિક મંદીએ સમુહનાં ગલ્ફ ઓઇલ ઇન્ડસ્ટ્રીને પર પણ અસર પહોંચાડી છે. આ મહીને  આરબીઆઇએ ઇન્ડસઇન્ડ બેંક લિમિટેડમાં ભાગીદારી વધારવાની ભાઇઓની પોતાની યોજના પર પણ પાણી ફેરવી દીધું. આ વર્ષમાં અત્યાર સુધીમાં આ બેંકના શેરમાં 70 ટકાનો ઘટાડો થયો છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube