પહેલીવાર પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ થયું, સતત 18મા દિવસે વધ્યા ભાવ, જાણો નવા રેટ

પહેલીવાર એવું બન્યું છે કે ડીઝલ પેટ્રોલ કરતા મોંઘુ થયું છે. આજે ફરી એકવાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC) એ ભાવવધારો ઝીંક્યો છે. કંપનીઓએ સતત 18મા દિવસે પેટ્રોલના ભાવમાં તો નહીં પણ ડીઝલના ભાવમાં 48 પૈસાનો વધારો કર્યો છે. 

પહેલીવાર પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ થયું, સતત 18મા દિવસે વધ્યા ભાવ, જાણો નવા રેટ

નવી દિલ્હી: પહેલીવાર એવું બન્યું છે કે ડીઝલ પેટ્રોલ કરતા મોંઘુ થયું છે. આજે ફરી એકવાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC) એ ભાવવધારો ઝીંક્યો છે. કંપનીઓએ સતત 18મા દિવસે પેટ્રોલના ભાવમાં તો નહીં પણ ડીઝલના ભાવમાં 48 પૈસાનો વધારો કર્યો છે. 

દિલ્હીમાં એક લીટર ડીઝલનો ભાવ પેટ્રોલ કરતા વધારે
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ડીઝલના ભાવમાં વધારો કરતા અસર એ થઈ કે પહેલીવાર પેટ્રોલ કરતા ડીઝલના ભાવ વધ્યા છે. દાયકાઓથી પેટ્રોલના ભાવ ડીઝલના ભાવ કરતા વધારે રહ્યાં છે. બુધવારે એકવાર ફરીથી ભાવવધારો થતા દિલ્હીમાં એક લીટર ડીઝલનો ભાવ 79.88 રૂપિયા થયો છે. જ્યારે પેટ્રોલનો ભાવ 79.76 રૂપિયા પ્રતિ લીટર છે. નોંધનીય છે કે જ્યાં એક બાજુ ક્રુડ ઓઈલના ભાવ છેલ્લા 15 દિવસથી 35-40 ડોલર પ્રતિ બેરલ રહ્યો છે ત્યાં બીજી બાજુ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. 

18 દિવસમાં 10.25 રૂપિયા થયું મોંઘુ
જાણકારોનું કહેવું છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લા 18 દિવસમાં પેટ્રોલના ભાવમાં લગભગ 8.50 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં છેલ્લા 18 દિવસમાં 10.25 રૂપિયાનો વધારો થયો છે. 

જુઓ LIVE TV

દરરોજ 6 વાગે બદલાય છે ભાવ
અત્રે જણાવવાનું કે રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળે છે. સવારે 6 વાગતા જ નવા રેટ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજોને જોડ્યા બાદ તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news