ચીની હેકર્સના નિશાના પર કોવિડની સરકારી વેબસાઇટ, SBI એ પણ કર્યો આગ્રહ
હેકર્સ ઇ-મેલ આઇડી ncov2019@gov.in વડે લોકોને ફ્રીમાં કોરોના ટેસ્ટ કરવાના નામે તેમની વ્યક્તિગત અને બેંકની જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે. એસબીઆઇએ દેશના દિલ્હી, મુંબઇ, હૈદ્વાબાદ ચેન્નઇ અને અમદાવાદના લોકોને આ બનાવટી ઇ-મેલ વિશે ખાસ સાવધાન રહેવા માટે કહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: ચીની હેકર્સના નિશાના પર ભારતમાં કોરોના વાયરસના આંકડાને જાહેર કરનાર સરકારી વેબસાઇટ પણ આવી ગઇ છે. આ વેબસાઇટના વિશે ભારતીય સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકોને સચેત કર્યા છે. બેંકે કહ્યું કે આ વેબસાઇટના નામનો ઉપયોગ કરતાં હેકર્સ લિંક મોકલી શકે છે, જેના પર ક્લિક કર્યા બાદ ખાતું એક ઝટકામાં ખાલી થઇ શકે છે.
અમારી સહયોગી વેબસાઇટ zeebiz.com ના અનુસાર એસબીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે લગભગ 20 લાખ ભારતીયોને ઇમેલ આઇડી સાઇબર અપરાધીઓને ચોરી કરી લીધી છે. હેકર્સ ઇ-મેલ આઇડી ncov2019@gov.in વડે લોકોને ફ્રીમાં કોરોના ટેસ્ટ કરવાના નામે તેમની વ્યક્તિગત અને બેંકની જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે. એસબીઆઇએ દેશના દિલ્હી, મુંબઇ, હૈદ્વાબાદ ચેન્નઇ અને અમદાવાદના લોકોને આ બનાવટી ઇ-મેલ વિશે ખાસ સાવધાન રહેવા માટે કહ્યું છે.
Attention! It has come to our notice that a cyber attack is going to take place in major cities of India. Kindly refrain yourself from clicking on emails coming from ncov2019@gov.in with a subject line Free COVID-19 Testing. pic.twitter.com/RbZolCjLMW
— State Bank of India (@TheOfficialSBI) June 21, 2020
સીબીઆઇએ પણ કર્યું હતું એલર્ટ
સીબીઆઇએ ઇન્ટરપોલની સૂચનાના આધારે રાજ્યો અને કેન્દ્રશાસિતો પ્રદેશો તથા કેન્દ્રીય એજન્સીઓને બેંકિંગ ટ્રોઝન સરબેરસ વિશે સર્તક કર્યા છે જે સ્માર્ટફોન વપરાશકર્તાને કોવિડ 19 સંબંધિત ખોટી લિંક ડાઉનલોડ કરવા માટે લલચાવે છે અને પછી મોબાઇલ ડેટા ચોરી કરે છે. અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી.
અધિકારીઓના અનુસાર સરબેરસ નામની બેકિંગ ટ્રોઝનના માધ્યમથી કોવિડ 19 મહામારીનો ફાયદો ઉઠાવી કોઇ વપરાશકર્તાને એવી લિંક ડાઉનલોડ કરવા માટે એસએમએસ મોકલે છે. જેમાં હેક કરનાર સોફ્ટવેર છે. ટ્રોઝન ડાઉનલોડ કરતાં આ ક્રેડિટ કાર્ડ નંબર જેવા નાણાકીય ડેટા ચોરી કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે