Home Loan Tips : દરેક વ્યક્તિનું સપનું હોય છે કે એક દિવસ પોતાનું ઘર હોય. વ્યક્તિ આ માટે આખી જિંદગી મહેનત કરે છે. જો કે, જ્યારે ઘર ખરીદવાની વાત આવે છે, ત્યારે 80-90 ટકા લોકોને હોમ લોન લેતા હોય છે. એટલું જ નહીં, આ સમયે પોતાની બચત પણ તેમાં રોકાણ કરે છે. મોટાભાગના લોકો હોમ લોન લીધા પછી ઘણીવાર ભૂલ કરે છે, જેના કારણે તેમને લોન ચૂકવતાં ચૂકવતાં 25થી 30 વર્ષ લાગે છે અને કેટલીકવાર તે લોન ચૂકવવામાં પણ વધુ સમય લાગે છે જે 20 વર્ષમાં ચૂકવી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે વધી જાય છે હોમ લોનની મુદત?
જ્યારે વ્યાજ દરોમાં ફેરફાર થાય છે, ત્યારે તે બેન્ક ઈએમઆઈ વધારતી નથી પણ હોમ લોન ચૂકવવાની અવધિમાં વધારો કરે છે. મોટાભાગના લોકો શરૂઆતમાં આ તરફ ધ્યાન આપતા નથી. બાદમાં જ્યારે તેમને ખબર પડે છે કે તેમની લોનની મુદત ઘણી લાંબી થઈ ગઈ છે, ત્યારે તેઓ બેંકને ફરિયાદ કરે છે.


શા માટે વર્ષ વધારવામાં આવે છે
હોમ લોનની EMI બેંકો બદલી શકતી નથી. આવી સ્થિતિમાં તેઓ તમારી હોમ લોનની મુદત વધારે છે, જેથી વધેલા વ્યાજ દર અનુસાર તમારી પાસેથી પૈસા લઈ શકાય. જેના કારણે ઘણી વખત 20 વર્ષમાં સમાપ્ત થતી હોમ લોન 30 વર્ષ સુધી પણ ચાલુ રહે છે.


અવકાશમાં ફસાયેલી ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સના પાછા ફરવા અંગે આવ્યા ચિંતાના સમાચા


ચાલો એક ઉદાહરણથી સમજીએ
ધારો કે તમે 20 વર્ષ માટે 8 ટકાના દરે 30 લાખ રૂપિયાની લોન લીધી છે. આ રીતે તમારી EMI 25,093 રૂપિયાની આસપાસ હશે. ચાલો માની લઈએ કે હોમ લોન લીધાના 5 વર્ષ પછી તમારી હોમ લોનનો દર 11 ટકા થઈ જાય છે. આ સમયે તમારી હોમ લોનની બાકી મૂળ રકમ લગભગ 26 લાખ રૂપિયા હશે, કારણ કે શરૂઆતના વર્ષોના EMIમાં વ્યાજનો હિસ્સો વધુ હોય છે, જ્યારે મૂળ રકમનો હિસ્સો ઓછો હોય છે.


જાણી લો કેવી રીતે વધશે સમયગાળો 
5 વર્ષ પછીની પરિસ્થિતિમાં તમને લાગશે કે હવે EMIના 15 વર્ષ બાકી છે, પરંતુ એવું નથી. જો તમારી EMI પહેલાની જેમ 25,093 રૂપિયા જ છે તો તમારી લોનની બાકીની મુદત 15 વર્ષ નહીં પરંતુ 28 વર્ષ હશે. અહીં, જો તમારી EMIને 15 વર્ષની દ્રષ્ટિએ જોવામાં આવે તો તે વધીને 29,500 રૂપિયાની આસપાસ થશે. તમારે 20 વર્ષમાં જે ચૂકવવાના હતા તેને હવે લગભગ 33 વર્ષ લાગશે...


અમદાવાદીઓ માટે ખરાબ સમાચાર! આ 6 વિસ્તારોના લોકોને ટ્રાફિક છતા ફ્લાયઓવર નસીબ નહિ થાય


કેવી રીતે સમયગાળો ઘટશે એ જાણી લો...
જો તમે ઇચ્છતા નથી કે જ્યારે પણ વ્યાજ દરો વધે ત્યારે તમારી હોમ લોનની મુદત વધે, તો તમારે બેંક સાથે વાત કરવી પડશે અને તમારી લોનનું રિસ્ટ્રક્ચર કરાવવું પડશે. તેનો અર્થ એ છે કે તમારે બેંકને કાર્યકાળ વધારવા માટે નહીં, પરંતુ નવા વ્યાજ દર મુજબ EMI વધારવા માટે કહેવું પડશે. મોટાભાગના ગ્રાહકો આ ભૂલ કરે છે અને બેંકમાંથી લોનનું રિસ્ટ્રક્ચર કરતા નથી.


ફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબર