Indian Railway Rules: IRCTC ટ્રેનોમાં ખાવા-પીવાની સારી વ્યવસ્થા અને સિસ્ટમમાં સુધારો કરવાની દિશામાં કામ કરે છે.. પરંતુ તેમ છતા કેટલાક કિસ્સામાં ટ્રેનમાં નબળી ગુણવત્તા કે ખરાબ ભોજન મળવાની ફરિયાદો સામે આવતી હોય છે. તો બીજી તરફ રેલવે સ્ટેશન પર વસ્તુની MRPથી વધુ રૂપિયા વસૂલવામાં પણ આવે છે..પરંતુ હવે આવી સમસ્યાની ચિંતા કરવાની જરૂર નથી. હવે તમારી સાથે આવું થાય તો ક્યાં ફરિયાદ કરવાની તેની અમે તમને આપશું માહિતી..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે ટ્રેનમાં તમને ખરાબ ભોજન આપવામાં આવે કે પછી રેલવે સ્ટેશન પર MRPથી વધુ રૂપિયા તમારી પાસેથી વસૂલ કરવામાં આવે તો તમે ફરિયાદ નોંધાવી શકો છો. રેલવેના નિયમ મુજબ તમે તમારી ફરિયાદ 139 નંબર પર નોંધાવી શકો છો. આ માટે તમારે તમારા મોબાઈલ ફોનથી 139 નંબર ડાયલ કરવાના રહેશે..જે બાદ ફરિયાદ નોંધાવવા માટે કેટલીક ટીપ્સને તમારે ફોનો કરવી પડશે..


આ પણ વાંચો:


મુકેશ અંબાણી પાસે માત્ર એન્ટીલિયા જ નહીં આટલા છે ઘર, દરેકની કિંમત છે કરોડોમાં


Income Tax ને લઈ સરકારનું એલાન, રીટર્ન ફાઈલ કરતી વખતે ખોટી આવક બતાવી તો આવી બનશે...


LICની શાનદાર યોજના! માત્ર એક જ વાર પૈસા જમા કરાવો, જીવનભર મળશે રૂ. 50,000 પેન્શન


ભારતીય રેલવેની ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ સિસ્ટમમાં 139 નંબરથી આવતા કોલમાં વિવિધ ભાષામાં માહિતી આપવામાં આવે છે..સુરક્ષા સહાય, તબીબી સહાય, અકસ્માત સહાય માટે 1 નંબરનું બટન દવવાનું હોય છે..એ જ રીતે રેલ સંબંધિત પૂછપરછ માટે 2, ખોરાક માટે 3, સામાન્ય ફરિયાદો માટે 4, ભ્રષ્ટાચારની ફરિયાદ માટે 5, પાર્સલ અને નૂર સંબંધિત પૂછપરછ માટે 6, IRCTC દ્વારા સંચાલિત ટ્રેનો સંબંધિત માહિતી માટે અને અન્ય માહિતી માટે 7, 9 દબાવી શકો છો. તમારી ફરિયાદનું સ્ટેટસ જાણવા અને ગ્રાહક સુરક્ષા અધિકારી સાથે વાત કરવાની પણ સુવિધા મળે છે.


ચાલુ ટ્રેનમાં પણ નોંધાવી શકો છો ફરિયાદ
જો તમે મુસાફરી કરી રહ્યા છો અને ચાલુ ટ્રેનમાં જ તમારે ફરિયાદ નોંધાવી હોય તો તમારે સીટ નંબર અને પીએનઆર નંબર જણાવવો પડશે. ઉપરાંત જો તમે કોઈ સ્ટેશનના પ્લેટફોર્મ પર હાજર હો અને તમને ત્યાં આવેલી ખાણીપીણીની દુકાનોમાંથી ખરાબ ખાદ્યપદાર્થો મળે અથવા કોઈ પણ વસ્તુની નિર્ધારિત કિંમત કરતાં વધુ ભાવ લેવામાં આવે તો 139 નંબર ડાયલ કરી ફરિયાદ નોંધાવી શકાશે.


એપ્લિકેશનથી પણ ફરિયાદ થઈ શકે
139 નંબર ઉપરાંત રેલ મદદ એપ્લિકેશનથી પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો. જેમાં તમારે સંબંધીત સ્ટેશનના પ્લેફોર્મ પરના ફૂડ સ્ટોલ અને વેન્ડર સંબંધિત માહિતી રેલવેને આપવાની રહેશે.