Income Tax ને લઈ સરકારનું એલાન, રીટર્ન ફાઈલ કરતી વખતે ખોટી જાણકારી આપી તો આવી બનશે

Income Tax Return: ટેક્સ ફાઈલ કરતી વખતે ઘણીવાર કરદાતાઓ તેમની આવક કમાયેલી વાસ્તવિક આવક કરતાં ઓછી દર્શાવતા હોય છે. આ સ્થિતિમાં તેઓ આવકના ખોટા પુરાવા પણ આપે છે.  આ સ્થિતિમાં તેમના માટે દંડની જોગવાઈ છે. 

Income Tax ને લઈ સરકારનું એલાન, રીટર્ન ફાઈલ કરતી વખતે ખોટી જાણકારી આપી તો આવી બનશે

Income Tax Return: આવકવેરા અધિનિયમ હેઠળ કરદાતાઓ દ્વારા કરવામાં આવતી અલગ અલગ ભુલો માટે દંડની જોગવાઈ છે.  જેમકે સેલ્ફ-એસેસમેન્ટ ટેક્સ ન ભરવો, ટેક્સ ભરવામાં ડિફોલ્ટ, ઇન્કમ રિટર્ન ફાઇલ કરવામાં ડિફોલ્ટ માટે દંડ, આવકવેરા વિભાગ આવકની ખોટી માહિતી આપવા માટે પણ દંડ ફટકારવામાં આવે છે. ટેક્સ ફાઈલ કરતી વખતે ઘણીવાર કરદાતાઓ તેમની આવક કમાયેલી વાસ્તવિક આવક કરતાં ઓછી દર્શાવતા હોય છે. આ સ્થિતિમાં તેઓ આવકના ખોટા પુરાવા પણ આપે છે.  આ સ્થિતિમાં તેમના માટે દંડની જોગવાઈ છે. 

આ પણ વાંચો:

આવકનું ખોટું રીપોર્ટિંગ એટલે શું ?

આવકનું ખોટું રિપોર્ટિંગ શું છે એ જાણવું જરૂરી છે. જેમાં આવકની ખોટી જાણકારી, રોકાણ અંગેની માહિતી ન આપવી, ખર્ચ કે ખોટ પ્રમાણિત કરતાં પુરાવાનો અભાવ, ખાતામાં ખોટા નુકસાન કે ખર્ચની નોંધણી, આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય કે ઘરેલું લેનદેનનું રિપોર્ટિંગ ન કરવું આ બધું જ ખોટા રિપોર્ટિંગમાં આવે છે. 

આવકવેરા અધિનિયમ 1961માં આ સંબંધિત વિશેષ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવકવેરો ભરતી વખતે ખોટી માહિતી આપવા અંગેની વિગતવાર માહિતી કરદાતાઓને આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી મળી શકે છે. પરંતુ સરકાર કરદાતાઓને સલાહ આપે છે કે બધા જ નિયમોનું પાલન કરવા માટે આ એક્ટની વિવિધ જોગવાઈઓને સમજવા માટે ટેક્સ નિષ્ણાંતોની સલાહ લેવી. 

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર જો આવક ખોટી દર્શાવવામાં આવે તે વ્યક્તિને આવક પર ચૂકવવાપાત્ર ટેક્સના 200% ના દરે દંડ ભરવો પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news