મુંબઈ : બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વિશે મોટા સમાચાર છે. જો તમારી પાસે મેગ્નેટિક સ્ટ્રાઇપવાળું કાર્ડ હશે તો એ બહુ જલ્દી બંધ થઈ જશે. હાલમાં દેશમાં બે પ્રકારના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઉપલબ્ધ છે, મેગ્નેટિક સ્ટ્રિપવાળું અને ચિપવાળું. જોકે મેગ્નેટિક સ્ટ્રિપવાળું કાર્ડ હવે ચિપવાળા કાર્ડથી રિપ્લેસ કરવામાં આવશે. આ નિર્ણય RBIના આદેશાનુસાર લેવામાં આવ્યો છે અને કાર્ડ રિપ્લેસ કરવાની ડેડલાઇન 31 ડિસેમ્બર, 2019 છે. ગ્રાહકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડની ડિટેઇલ સિક્યોર કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઇરસ મિસ્ત્રી ફરી બન્યા ટાટા સન્સના એક્ઝિક્યૂટિવ ચેરમેન, NCLAT આપ્યો આદેશ


અત્યાર સુધી વપરાતાં કાર્ડમાં પાછળની બાજુએ કાળા રંગની મેગ્નેટિક સ્ટ્રિપ હતી, જેમાં ગ્રાહકના એકાઉન્ટની વિગતો સમાયેલી હતી. આ ભાગ મશીનમાં ઘસવાથી કમ્પ્યૂટર પ્રોગ્રામ દ્વારા તેને ડિકોડ કરીને ટ્રાન્જેક્શન થઈ શકતા હતા. આ કાર્ડની મર્યાદા એ હતી કે સ્વાઈપ મશીન વગર પણ મેગ્નેટિક સ્ટ્રિપ ડિકોડ કરવી બહુ આસાન હતી. આથી ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં છેતરપીંડીનું પ્રમાણ ખાસ્સું ઊંચું બન્યું હતું. આથી રિઝર્વ બેન્ક દ્વારા EVM ચિપ ફરજિયાત બનાવવામાં આવી. EMV કાર્ડને ચિપ કાર્ડ અથવા IC કાર્ડ પણ કહેવામાં આવે છે. આ કાર્ડમાં ડાબી બાજુ મોબાઈલના સિમકાર્ડ જેવી ચીપ હોય છે, જેમાં એકાઉન્ટ સંબંધિત માહિતી એન્ક્રિપ્ટેડ કરેલ હોય છે. મેગ્નેટિક સ્ટ્રિપ પરની માહિતી ડિકોડિંગથી જાણી શકાય છે, પરંતુ EMV ચિપ પરની માહિતી એન્ક્રિપ્ટેડ (સાંકેતિક) હોવાથી ડિકોડ કર્યા પછી પણ તેને ઉકેલવા માટે ખાસ પ્રકારનું (બેન્કિંગનું) પ્રોગ્રામિંગ હોવું જોઈએ. આથી મેગ્નેટિક સ્ટ્રિપની સરખામણીએ EMV ચિપ વધુ ભરોસાપાત્ર ગણાય છે. 


ગાંધીનગરમાં શરૂ થઇ આંતરરાષ્ટ્રીયકક્ષાની આંખો અંજાઇ જાય તેવી હોટલ, ભારતમાં આ પ્રકારની ત્રીજી હોટલ


સુરક્ષા અંગે ત્રણ મોટી ક્રેડિટ કાર્ડ કંપની યુરો-પે, માસ્ટરકાર્ડ અને વિઝા દ્વારા સ્વિકૃત હોવાથી આ કાર્ડ EMV તરીકે ઓળખાય છે. મોટાભાગની બેન્કોએ પોતાના કસ્ટમર્સને નવા કાર્ડ મોકલાવી દીધા છે. આમ છતાં હજુ ય નવું કાર્ડ ન મળ્યું હોય તો આ વાતની અવગણના કરવાની નાનકડી ભુલ ન કરવાથી તમે મોટી મુસીબતમાં મુકાઈ શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...