સાઇરસ મિસ્ત્રી ફરી બન્યા ટાટા સન્સના એક્ઝિક્યૂટિવ ચેરમેન, NCLAT આપ્યો આદેશ

સાઇરસ મિસ્ત્રી (Cyrus Mistry) ફરીથી ટાટા સન્સ (Tata sons)ના એક્ઝિક્યૂટિવ ચેરમેન બની ગયા છે. તેમને ટાટા સન્સના બોર્ડમાંથી હાંકી કાઢવાના નિર્ણયને NCLAT માં કેસ હારી ગયા હતા. NCLAT એ NCLTના ઓર્ડરને નકારી કાઢતાં સાઇરસ મિસ્ત્રીની અરજી પર સુનાવણી શરૂ કરી દીધી છે. 

Updated By: Dec 18, 2019, 10:44 PM IST
સાઇરસ મિસ્ત્રી ફરી બન્યા ટાટા સન્સના એક્ઝિક્યૂટિવ ચેરમેન, NCLAT આપ્યો આદેશ

નવી દિલ્હી: સાઇરસ મિસ્ત્રી (Cyrus Mistry) ફરીથી ટાટા સન્સ (Tata sons)ના એક્ઝિક્યૂટિવ ચેરમેન બની ગયા છે. તેમને ટાટા સન્સના બોર્ડમાંથી હાંકી કાઢવાના નિર્ણયને NCLAT માં કેસ હારી ગયા હતા. NCLAT એ NCLTના ઓર્ડરને નકારી કાઢતાં સાઇરસ મિસ્ત્રીની અરજી પર સુનાવણી શરૂ કરી દીધી છે. 

તમને જણાવી દઇએ કે સાઇરસ મિસ્ત્રી ટાટા સન્સ અને ટાટા કંસલ્ટેન્સી સર્વિસીસ (ટીસીએસ)ના ચેરમેન અને નિર્દેશક હતા. 24 ઓક્ટોબર 2016ના રોજ સાઇરસ મિસ્ત્રીને ગ્રુપના ચેરમેન પદેથી દૂર કરવામાં આવ્યા હતા. 

પછી RTI માં ખુલાસો થયો હતો કે તેમની બરતરફ કંપની કાયદાનું ઉલ્લંઘન હતું, આરટીઆઇના જવાબમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (RoC) મુંબઇએ જણાવ્યું કે આ નિર્ણય ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ના નિયમોને અનુરૂપ ન હતો. આ ટાટાએ પોતે કંપનીના નિયમોની જોગવાઇનું ઉલ્લંઘન કર્યું હતું. 

સાઇરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન અને ટીસીએસના નિર્દેશક પદેથી દૂર કરવા કંપની કાયદા 2013ની જોગવાઇનું ઉલ્લંઘન છે. આ ઉપરાંત આ રિઝર્વ બેન્કના નોન-બેન્કિંગ નાણાકીય કંપનીઓ (NBFC)ના ઓપરેશનલ નિયમોનું પણ ઉલ્લંઘન હતું. ટાટા સન્સ ટાટા ગ્રુપની પૈતૃક કંપની છે. 

આ ખુલાસા બાદ મિસ્ત્રી રાષ્ટ્રીય કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) જતા રહ્યા. પરંતુ NCLT એ સાઇરસ મિસ્ત્રીને સસ્પેંસનને પડકાર અરજીને નકારી કાઢી હતી. સાઇરસ મિસ્ત્રીને 24 ઓક્ટોબર 2016ને ટાટા સન્સના ચેરમેન પદેથી દૂર કરવામાં આવ્યા હતા. તે કંપનીના વૈશ્વિક મુખ્યાલય બોમ્બે હાઉસમાં 3 વર્ષ 10 મહિના આ પદ પર રહ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube