નવી દિલ્હી : હવે વિદેશમાં ભારતીયો માટે કાળુ નાણુ છુપાવવું ખુબ જ મુશ્કેલ કામ થતું જઇ રહ્યું છે. એવા લોકો જે સ્વિસ બેંક સહિત વિશ્વનાં અન્ય દેશોમાં આવેલી બેંકોના ખાતામાં મોટી રકમ જમા કરે છે. તેની માહિતી આવક વેરા વિભાગથી છુપાવતા રહે છે, તેમની સામે એક મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં પહેલીવાર કોરોનાથી મૃત્યુદર 2.5% કરતા પણ ઓછો, 5 રાજ્યોમાં એક પણ મોત નહી

ITAT નાં નિર્ણયથી મળ્યો પાવર
અમારી સહયોગી વેબસાઇટ ZEEBIZ.com ના અનુસાર આવક વેરા વિભાગ અપીલેટ ટ્રિબ્યુનલ (ITAT) ની મુંબઇ બેંચ દ્વારા બુધવારે અપાયેલા ચુકાદાથી આવકવેરા વિભાગને મોટો પાવર મળી ચુક્યો છે. રેણુ થદાણી નામની એક 86 વર્ષીય મહિલા પોતાની વાર્ષિક કમાણી એક લાખ 70 હજાર રૂપિયા દેખાડી હતી. થડાણીનાં સ્વિસ બેંક ખાતામાં 196 કરોડ રૂપિયા મળી આવ્યા છે. 


ટ્વીટર પર પીએમ મોદીને વધુ એક સફળતા, ફોલોઅર્સની સંખ્યા થઈ 60 મિલિયન

ઇનકમ ટેક્સ અપીલ ટ્રિબ્યુનલે રેણુ થદાણીની અપીલને ફગાવી દેતા એચએસબીબી પ્રાઇવેટ બેંક, જિનેવાનાં ખાતાની પૃષ્ટી કરી. ટ્રિબ્યુનલ સામે આવ્યું કે, આ એક અધિકાર ક્ષેત્ર છે. જેમાં નિવાસીઓનુ તુલનાએ કંપનીઓની સંખ્યા બમણી છે. જેમાંથી મોટા ભાગનાં કાગળ પર છે. આ ભરોસો કરવું ભોળુંપણ હશે કે, ગુપ્ત, ઉદાર કર લાભોને કારણે બેનામી મુખ્ય ગતિવિધિઓનાં બદલે કંપનીઓ કોર ગતિવિધિઓ માટે અહીં હશે. 


PHOTOS: ભારે વરસાદથી દિલ્હી બેહાલ, મિન્ટો રેલવે બ્રિજ નીચે પાણી ભરાયા, એકનું મોત


ટ્રિબ્યુનલે આગળ કહ્યું કે, ખાતા ધારકોની લેવડ-દેવડ સાથે ઉંડો સંબંધ છે અને સમજની બહાર છે કે, મહિલાને આ કંપની અંગે કોઇ માહિતી નથી. જ્યારે એક મોટી રકમ પોતે પોતાનાં લાભાર્થી બનાવેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસનાં જવાબમાં મહિલાએ વિદેશી બેંકમાં ખાતા હોવાનો ઇન્કાર કરી દીધો હતો અને તપાસ ફરી એકવાર કરવા માટેનો વિરોધ વ્યક્ત કર્યો હતો. 


રાહુલ ગાંધીએ ગણાવ્યા ભાજપના ત્રણ 'જૂઠ', કહ્યુ- જલદી ભ્રમ તૂટશે અને કિંમત ભારતે ચુકવવી પડશે

300 થી વધારે કેસ સામે આવ્યા
આવક વેરા વિભાગે જણાવ્યું કે, આ પ્રકારે 300 થી વધારે કેસ ચાલી રહ્યા છે. હવે આ નિર્ણય બાદ વિભાગને ઘણી વધારે શક્તિઓ મળી છે. આગામી દિવસોમાં વિભાગ આવા કેસમાં વધારે કડક કાર્યવાહી કરશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube